________________
આત્મતત્વવિચાર
મણ રૂની રેશમી તળાઈ આનંદ આપી શકતી નથી. ઘણી વખત તે તે ભડભડ બળતી અગ્નિચિતા સમાન થઈ પડે છે.
શાસ્ત્રકારે કહે છે કે “આ દુન્યવી સુખ, આ વિષયભેગનું સુખ મધુલિપ્ત અસિધારા જેવું છે.” એટલે એક તલવારની ધાર પર મધ ચેપડયું હોય અને તેને ચાટવા જતાં જેવું પરિણામ આવે તેવું પરિણામ લાવનારૂં છે. મધ ચાટતી વખતે તે જીભને સ્વાદ આવે છે, પણ બીજી જ ક્ષણે જીમ તલવારની તીક્ષણ ધાર વડે કપાઈ જાય છે અને ત્યારે દુઃખ-પીડાને પાર રહેતું નથી.
માણસો અનુકુળ વિષયને ચાહે છે અને પ્રતિકુળ વિષયને તિરરકારે છે. તેમાંથી આ ખરાબી ઉત્પન્ન થાય છે. તીખું ખાનારને મોળું મળે અને મેળું ખાનારને તીખું મળે અથવા ઠંડું ચાહનારને ગરમ મળે અને ગરમ ચાહનારને ઠંડું મળે તે દુઃખ થાય છે, પણ જેને તીખું કે મેળું, ઠંડું કે ગરમ સમાન છે. કોઈ પર આસકિત નથી, તેને કંઈ પણ દુઃખ થતું નથી.
માણસે પોતે માનેલી અનુકૂળતા પ્રાપ્ત કરવી તથા પ્રતિકૂળતા દૂર કરવા ખાતર અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને તેમાં પ્રાણાતિપાતથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધીના અઢારે પાપસ્થાનકોનું સેવન કરે છે. શું આ સ્થિતિ શાચનીય નથી ?
અનુભવીઓએ ફરી ફરીને કહ્યું છે કે “જેટલા ભેગ તેટલા રેગ.” છતાંયે ભેગો પ્રત્યેની આસકિત ઓછી થતી