________________
આત્મશક્તિ
વિયોગ થાય, તેમાં આપણે શું ? આ વિચાર તમારા મનમાં આવે અને તે દઢ થાય, તે પછી નકલી સુખ તરફનું તમારૂં વલણ ઝપાટાબંધ ઘટી જશે અને સાચાં સુખ તરફનું વલણ ઝડપી બનશે. | નકલી સુખનાં ધ્યાનમાં ને ધ્યાનમાં આપણને સાચાં સુખ સામે જેવાની-મીટ માંડવાની ફુરસદ મળતી નથી ? પરંતુ આ નકલી સુખનું પરિણામ દુઃખ છે. “પુત્રનાં લક્ષણ પારણમાંથી” એ કહેવત તમે ઘણી વખત બોલે છે. અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે “આવતા બનાવો તેની છાયા પ્રથમ પાડે છે.” આ કહેવતને અર્થ–ભાવ તમારે અહીં વિચારવાને છે. જે દુન્યવી-નકલી સુખ વર્તમાનકાળમાં જ દુખે આપતું હોય તે ભવિષ્યમાં તે શું શું ન કરે?
માણસ સ્વાદથી ઉત્પન્ન થતાં સુખને કારણે પેટ ઠાંસીને ભજન કરે છે. પછી અજીર્ણ થતાં કેટલાક દિવસ સુધી ખાવાનું છોડી દેવું પડે છે, તેમજ ચૂંક, વાઢ વગેરેનાં દર્દથી પીડાવું પડે છે. એ દર્દ મટાડવા દેહાદેડી કરવી પડે છે, વૈદ્ય-હકીમ-ડોકટરને આશ્રય લે પડે છે, ઠપકો સહન કરે પડે છે અને ખર્ચ પણ થાય છે. તે જ રીતે વસ્ત્રાભૂષણનું સુખ માણવા જતાં ગુંડાઓને શિકાર બનવું પડે છે; ચપુ, છરી કે તરવારના ઘા ખાવા પડે છે અને વખતે પ્રાણનું બલિદાન આપવું પડે છે. સત્તાનું સુખ ભોગવવા જતાં પણ આવા જ કડવા અનુભવો થાય છે. કયારે દુશમન હુમલે કરશે ? એની ચિંતા સતત રહ્યા કરે છે અને ઉપાધિઓ એક પછી એક આવે જ જાય છે. આવાઓને સવા