________________
આત્મસુખ
સેનાની સાથે જ થાય. એ પીત્તળની સાથે થઈ શકે નહિ. કોઈ પણ સોનાને આપણે સે ટચના સાચા સોના સાથે સરખાવીને કહી શકીએ કે તેમાં કેટલો ફેર છે, કેટલે તફાવત છે, પણ જે સેનું જ નથી, માત્ર પીત્તળ છે, તેને સરખાવીને શું કહીએ? સે (૧૦૦)ની સંખ્યાને કઈ પણ સંખ્યાથી ભાગે તે ભાગમાં કંઈક પણ આવે, પરંતુ શુન્યથી ભાગવા બેસે તે શું આવે?
દુનિયાદારીનું સુખ બ્રમપૂર્ણ, કાલનિક અને તુચ્છ છે, છતાં તમે માની બેઠા છે કે એ સાચું સુખ છે. આવું બ્રમપૂણે-કાલ્પનિક-તુચ્છ સુખ આત્માનાં અનિર્વચનીય અપાર સુખના-અનંતમા ભાગે પણ કયાંથી આવે?
કેટલાંક નાનાં બાળકો પિતાને અંગૂઠો ચૂસતા હોય છે તેને છોડાવવાનો પ્રયત્ન કરો તે પણ ન છૂટે, કારણ કે તેમાંથી દૂધ આવે છે, એ તેમનો ભ્રમ છે, પરંતુ ખરેખર તે તેમને પોતાની લાળ જ મળતી હોય છે. - કૂતરાં હાડકાં ચાટે છે, એ વખતે તેમને લોહીને એક પ્રકારનો સ્વાદ આવે છે, પણ તેમને ખબર હતી નથી કે જે હાડકાંને તેઓ ચાટી રહ્યા છે, તેને કઠણ છેડો તાળવામાં વાગવાથી આ લેહી તેમનાં પિતાનાં મુખમાંથી જ નીકળતું હોય છે.
દુનિયાદારીનાં સુખ-દુન્યવી સુખે પણ આવા ભ્રમપૂર્ણ છે. તેમાં વાસ્તવિક સુખ નથી, છતાં સુખ હોવાને ભ્રમ થાય છે.