________________
આાત્માની શક્તિ
૧૮૫
મહાપદ્મ ચક્રવર્તી થવા સજાયેલા હતા, એટલે તેની ભુજામાં અપૂર્વ બળ હતું. તેણે ધીમે ધીમે સૈન્ય એકઠું કર્યુ” અને એક પછી એક દેશ જિતવા માંડ્યા. એમ કરતાં છ ખ'ડ ધરતી તિી લીધી. અને તેવિજયના નિશાનડકા વગાડતા હસ્તિનાપુર આવ્યે. પદ્મોત્તર રાજા તેનાં પરાક્રમા જાણી ચૂકયા હતા, એટલે તેમણે એનુ ખૂખ ઠાઠથી સ્વાગત કર્યું અને મહાપદ્મ પણ હાથીના હાદ્દા પરથી નીચે ઉતરી માતાપિતાના ચરણે શિર ઝુકાવી પુત્રાચિત વિનય પ્રગટ કર્યાં.
આજ અરસામાં શ્રી મુનિસુવ્રત સ્વામીના હાથે દીક્ષિત થયેલા સુવ્રત નામના આચાય વિશાળ મુનિમ'ડળ સાથે હસ્તિનાપુર આવ્યા. તેમની દેશના સાંભળી પદ્મોત્તર રાજાને સસાર પરથી વૈરાગ્ય આવ્યેા. તેમણે રાજમહેલમાં પાછા ક્રી મત્રીમડળને એકઠું કર્યું' અને તેમની સમક્ષ વિષ્ણુકુમારને ગાદી આપી દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. પરંતુ વિષ્ણુકુમારે ગૃહ્યું કે ‘પિતાજી! મારુ' મન રાજ્ય ભાગવવા તરફ જરા પણ નથી. હું પણ તમારી જેમ આ સ`સારના ત્યાગ કરી આત્મકલ્યાણ કરવા ઇચ્છુ છું. માટે મહાપદ્મને જ ગાદીએ બેસાડા.
"
આથી મહાપદ્મકુમારના રાજ્યાભિષેક કરવામાં આવ્યે. તે ભરતખ'ડના નવમા ચક્રવતી તરીકે પ્રસિદ્ધ થયા. પછી તેણે જિનેશ્વરાના માટા રથ તૈયાર કરાવી આખા નગરમાં નિર કુશપણે ફેરબ્યા અને પેાતાની માતાની ઈચ્છા પૂર્ણ કરી તથા નમુચિ નામના મંત્રીને મુખ્ય પ્રધાન બનાવ્યે.