________________
૨૮૨
આત્મતત્ત્વવિચાર
ઉપયાગી થાય. આ ચર્મરત્ન દ્વારા આખી સેના નદી વગેરે તરીને કિનારે પહેોંચી શકે છે. મણિરત્ન એટલે દૂર સુધી પ્રકાશ આપનારા એક પ્રકારના અદ્ભુત મણિ. કાકિણીરત્ન એટલે ખડકને પણ કારી શકે એવી એક પ્રકારની વિશિષ્ટ વસ્તુ. ખડગરત્ન એટલે ઉત્તમ પ્રકારની તરવાર અને દડરત્ન એટલે વિષમ ભૂમિને સમ કરનાર તથા અદ્ભુત ત્વરાથી જમીન ખેાઢી આપનારૂ એક પ્રકારનું હથિયાર. આ રત્ના વડે ચક્રવર્તી રાજ્યના વિસ્તાર કરી શકે છે.
નવનિધિમાં શાશ્વત કલ્પા હોય છે અને તેમાં અનેક પ્રકારની વિદ્યાએ તથા વસ્તુનુ વન હોય છે. તેથી ચક્રવર્તી પેાતાનાં રાજ્યની આબાદી બહુ સારી રીતે કરી શકે છે. નવનિધિનાં નામા આ પ્રમાણે સમજવાં નૈસપ, પાંડુક, પિ’ગલક, સવરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણુવક અને શ’ખ.
ચક્રવર્તીને ૬૪૦૦૦ સ્રીએ હાય, ચક્રવર્તી જે દેશને જીતે છે, ત્યાંની એક રાજકન્યા અને એક બીજી સુદર સ્ત્રી એમ એ એ સ્ત્રીએ તેને લગ્નદાન તરીકે આપવામાં આવે છે. અને આવા નાના માટા દેશેા ૩૨૦૦૦ હાવાથી તેની સંખ્યા ૬૪૦૦૦ મને છે.
આ બધી સ્ત્રીઓ પાસે ચક્રવર્તી પેાતાનાં બીજા રૂપા કરીને જઈ શકે છે, એટલે ચક્રવર્તી પેાતાને વરેલી વિશિષ્ટ શક્તિથી ૬૪૦૦૦ રૂપે કરી શકે છે.