________________
२७६
આત્મતત્વવિચાર
વાસુદેવ હતા. તેમના પર રાવણે શક્તિને પ્રયોગ કર્યો અને તેઓ બેહેશ બની ગયા. આથી રામ ગભરાયા અને તેમણે વિશલ્યાને લઈ આવવાને હનુમાનજીને હુકમ આપે. આ વિશલ્યામાં એવી શક્તિ હતી કે તે કોઈ બેહોશ માણસ પર હાથ ફેરવે તે તે શુદ્ધિમાં આવી જાય અને ગમે તેવા રાગીને પણ સાજો કરી શકે.
હનુમાનજી વિશલ્યાને લઈ આવ્યા, તેણે લક્ષ્મણજીના શરીર પર હાથ ફેરવ્યો અને લક્ષ્મણજી હોશમાં આવી ગયા. રામની સેનામાં આનંદ વ્યાપી ગયો. હવે તે સેના બમણું જોરથી લડવા લાગી. આ સેનાએ કુંભકર્ણ વગેરે કેટલાક સેનાપતિઓને પકડી કેદ કરી લીધા. ફકત રાવણ એક બાકી રહ્યો, તે લડાઈ બંધ કરી બહુરૂપિણ વિદ્યા સાધવા બેસી ગયે, આ વિદ્યાની સાધના કઠિન છે, પણ એક વાર સિદ્ધ થઈ કે મનુષ્ય ધારે તેટલાં રૂપ કરી શકે છે અને પિતાનાં કાર્યમાં સિદ્ધિ મેળવી શકે છે. રાવણ પોતાના મહેલની નીચે ભૂગખંડમાં આ વિદ્યા સાધવા બેઠે છે. મંદોદરીએ ગામમાં ઢંઢેરો પીટાવ્યું છે કે “કેઈએ હિંસા કરવી નહિ.”
આ વસ્તુની અંગદ વગેરેને ખબર પડી, એટલે તેઓ એ વિદ્યાની સિદ્ધિમાં વિદન નાખવા માટે રજા લેવા રામ પાસે ગયા. રામ સમજુ અને ઉદારચરિત હતા. તેમણે અંગદ વગેરેને વિદનો નાખવાની ના કહી. વધારામાં જણાવ્યું કે “જે આત્મા શાંત ચિત્તે આરાધના કરતો હોય તેનાં કાર્યમાં ખલેલ કરવી નહિ.” પરંતુ અંગદ વગેરેને ભય લાગ્યો કે રાવણને આ વિદ્યા