________________
આત્માની શક્તિ
૨૭૫
કટારી અમરસરી, તેગારી તરવાર, હથેરી રાયમલરી, દિલ્હી જે દરબાર
બળદેવનું બળ બળદેવનું બળ આથી ઘણું વધારે હોય છે. તે એક હજારો યોદ્ધાને ભારે પડી જાય છે. અનાર્યો મોટી સંખ્યામાં મિથિલા પર ચડી આવ્યા, મિથિલાના દરવાજા બંધ થઈ ગયા અને જનકરાજાએ મદદ માટે અયોધ્યાપતિ દશરથને સંદેશો મોકલે, ત્યારે દશરથે શ્રી રામને સૈન્ય સાથે મિથિલા મોકલ્યા. એ સૈન્ય અનાર્યો સાથે લડવા લાગ્યું, પણ અનાએ તેને જોતજોતામાં વેરવિખેર કરી નાખ્યું. આ વખતે શ્રી રામે એકલાએ એ બધાને સામને કર્યો અને પ્રાણવૃષ્ટિ કરી બધાને હરાવી દીધા. શ્રીરામ બળદેવ હતા, એટલે તેમનામાં આ જાતનું બળ હતું
- વાસુદેવનું બળ બળદેવ કરતાં વાસુદેવનું બળ બમણું હોય છે. પ્રતિવાસુદેવનું બળ તેના કરતાં કંઈક ઓછું હોય છે. લક્ષ્મણજી
* અમરસિંહ રાઠોડની કટાર ચલાવવાની કરામત, તેગાજી રાજપુતની તરવાર ચલાવવાની કળા અને રાયમલ રાજાની હથેળીનું બળ દિલ્હીના દરબારમાં અભૂતપૂર્વ પ્રશંસા પામ્યાં હતાં.
* જૈન સાહિત્યમાં પ્રાકૃત, સંસ્કૃત તથા કન્નડ ભાષામાં પદ્મ ચરિત્ર અર્થાત રામાયણ રચાયેલાં છે. વાલ્મિકીકૃત રામાયણ અને આ રામાયણની હકીકતમાં ઘણો ફેર આવે છે અહીં જે ઉલ્લેખ કરવામાં આવે છે, તે જૈન રામાયણ મુજબને સમજો.