________________
આત્માની શક્તિ પાડે છે અને સિપાઈઓ ઉઘાડી તલવારે દેડી આવી તે સર્ષના ટુકડા કરી નાખે છે.
સુનંદાની સાથે ભોગ ભોગવવાના વિચારમાં રૂપસેનના ત્રણ ભવ પૂરા થયા. ચોથા ભવમાં તે કાગડો બન્યું. એક વખત રાજારાણી સંગીતના જલસામાં બેઠા છે અને તેની મોજ માણ રહ્યા છે, ત્યાં પેલે કાગડો આવી પહોંચ્યા અને સુનંદાને જોતાં જ હર્ષના આવેશમાં આવીને કાકા કરવા લાગ્યો. કાગડાને કઠોર અવાજ કોને ગમે? વળી તે સંગીતના રસાસ્વાદમાં ખલેલ પહોંચાડનારો હતે. આથી રાજાએ પોતાના સિપાઈઓને હુકમ કર્યો કે “આ દુષ્ટ કાગડાને અહીંથી દૂર કરે.” સિપાઈઓ સમજ્યા કે કાગડાને ઉડાડી મૂકીશું તે તે પિતાના સ્વભાવ પ્રમાણે ફરી આવીને કા-કા કર્યા વિના નહિ રહે, માટે તેને પૂરે જ કરે અને તેમણે તીર છોડી તેના પ્રાણ હરી લીધા.
પાંચમાં ભવે રૂપસેન હંસ થયા અને રાજમહેલના બગીચામાં આવેલાં તળાવમાં મોટે થવા લાગ્યા. એક વાર સુનંદાને જોતાં તેના દિલમાં પૂર્વ રાગ જ , એટલે તે ઉડી ઉડીને સુનંદાના શરીર પર પડવા લાગ્યો. આથી સુનંદા કંટાળી ગઈ અને તેણે બૂમ મારી સિપાઈઓને બોલાવ્યા. તેમણે આવીને આ હંસને મારી નાખ્યા.
વિષયવાસના આત્માને જન્મ જન્માંતરમાં કેવો રખડાવે છે અને તેના શા હાલ થાય છે ? તે આ પરથી સમજી શકાશે. છઠ્ઠા ભાવમાં તે હરણ થાય છે અને જંગલમાં રહી પિતાનું પેટ ભરે છે,