________________
૨૫૬
આત્મતરવવિચાર
નરહ્યાજીનું મોટું ઉતરી ગયેલા જેવું જણાતું. ગુરુ મહારાજની ચકર દષ્ટિમાં તે આવ્યા વિના ન રહેતું. તેમને આશ્ચર્ય થતું કે જ્યારે હું નરઘાજીને નામથી બોલાવું છું ત્યારે તેમને આનંદ થવાને બદલે દુઃખ કેમ થાય છે? વળી વ્યાખ્યાન પૂરું થાય છે કે તેઓ એક મિનિટ પણ થંભ્યા વિના ચાલ્યા જાય છે. એટલે તેમને કોઈ પણ પ્રકારનું મનદુઃખ અવશ્ય છે.
મહારાજે પિતાની જિજ્ઞાસા સંતોષવા એક શ્રાવકને તેનું કારણ પૂછ્યું. તે શ્રાવકે પ્રથમ તે કંઈ પણ કહેવાની આનાકાની કરી, પણ ગુરુ મહારાજને વિશેષ આગ્રહ થયે. એટણે તેણે જણાવ્યું કે “નરઘાજીને ગામમાં બધા ઠાકાંજીનાં માનભર્યા નામથી બોલાવે છે અને આપ તેમને નરઘાજી કહે છે તે ગમતું નથી. પરંતુ તે વિવેકી હેવાને કારણે જ વ્યાખ્યાન સભામાં નિયમિત હાજરી આપે છે.”
બીજે દિવસે વ્યાખ્યાનમાં પ્રસંગ આવતાં ગુરુ મહારાજે કહ્યું: “કેમ ઠાકરાંજી ખરી વાત ને? આ શબ્દ સાંભળતાં જ નરઘાજીના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ અને હર્ષના આવે. શમાં તેઓ એકદમ ઊભા થઈ ગયા. પછી તેમની ભાષામાં મહારાજશ્રીનાં તથા તેમનાં વ્યાખ્યાનનાં બેમોઢે વખાણ કરવા લાગ્યા. મહારાજશ્રી અને આખી સભા ખડખડાટ હસી પડી. ત્યારથી મહારાજશ્રી તેમને ઠાકરાંજી કહીને સંબોધતા અને ઠાકરાંજી વ્યાખ્યાન પછી પણ ગુરુ મહારાજ આગળ બેસીને વાર્તાલાપ કરતા.
તમને બહુમાનથી બોલાવવામાં આવે તે તમને ગમે છે.