________________
૨૫૨
આત્મતત્વવિચાર
કરોને જન્મ ૧૫ કર્મભૂમિમાં જ થાય છે, કારણ કે કૃષિ, વાણિજ્ય, આદિ કર્મોને વ્યવહાર એ ભૂમિમાં જ હોય છે અને તપ સંયમ આદિ અનુષ્ઠાને પણ એ ભૂમિમાં જ થાય છે.
૧૫ કર્મભૂમિમાં ૫ ભારત, ૫ એરવત અને ૫ મહાવિ દેહ હોય છે. તેમાં ભારત અને ઐરવતમાં અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળ હોય છે. તેના ત્રીજા આરામાં અને ચોથા આરામાં તીર્થકર જન્મે છે.૪ મહાવિદેહમાં બધે કાળ સમાન હોય છે અને ત્યાં તીર્થકર સદા વિદ્યમાન હોય છે. તીર્થકરને જન્મ અને દિકુમારિઓનું આગમન તીર્થકરોને જન્મ બરાબર અર્ધરાત્રિએ વિજય મુહૂર્તમાં
* કાલચક્રના બે ભાગ હેાય છેઃ અવસર્પિણ અને ઉત્સર્પિણી જેમાં વસ્તુના રસ-કસનું અવસર્ષણ થાય, ઉતરવાપણું થાય તે અવસર્પિણી અને ઉત્સર્ષણ થાય, ચડવાપણું થાય તે ઉત્સપિ. આ દરેક કાલના છ-છ ભાગ હોય છે, જેને છ આરા કહેવામાં આવે છે. અવસર્પિણને ત્રીજે આરે સુષમ-દુઃષમા અને ચોથો આરો દુષમ-સુષમા હોય છે. ઉત્સર્પિણીને ત્રીજો આરો દુઃષમસુષમા અને ચોથે આ સુષમ-દુષમા હોય છે.
હાલ અવસર્પિણને દુઃષમાં નામે પાંચમો આરો આવી રહ્યો છે, જેમાં દુઃખનું પ્રમાણ ઘણું મોટું હોય છે.
* દેવો દશ પ્રકારના હોય છે. (૧) ઇન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયત્રિપાત, (૪) પારિષદ્ય, (૫) આત્મરક્ષક, (૬) લોપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણક, (૯) અભિયોગ્ય અને (૧૦) કિબિષિક. તેમાં અભિગ્ય દેવ દાસસ્થાને દેય છે, એટલે તેમને દાસ જેવું કામ કરવાનું હોય છે.