________________
noun no obvpoooooooooooooooooo
CM 2. Ms & News
ACARA DOVOG POPUPUUSO9001
આe ? હ :
છે
- દશા
ક
-
ક
2 ક [ C
ફe| booooooooooooooooooooooooooot
1000
વ્યાખ્યાન તેરમું. આત્માની શક્તિ.
મહાનુભાવો !
અધ્યાત્મના ખજાનારૂપ ઉત્તરાધ્યયનસૂત્રનું સ્મરણ કરતાં જ તેનું છત્રીસમું અધ્યયન યાદ આવે છે, અને તેમાં અલ્પસંસારી આત્માનું જે વર્ણન કર્યું છે, તે નજર સમક્ષ તરવરવા લાગે છે. જે આત્માનું સ્વરૂપ બરાબર સમજીએ તે આ વર્ણન આપણાં મનમાં ઠસે, આપણાં દિલમાં બરાબર ઉતરે, એ હેતુથી અમે આત્માનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું અને હજી જે થેલી વસ્તુઓ બાકી રહી ગઈ છે તે તમને સમજાવવા ઈચ્છીએ છીએ.
આત્માની શક્તિ કેટલી?” એ વિષય એક રીતે ન નથી. કારણ કે આત્માને ખજાને કે સમૃદ્ધ છે? તેની વિચારણા કરતી વખતે આત્માની ક્રિયાશક્તિ વિષે કેટલાક ઉલ્લેખ કર્યો હતો અને આત્મા અનંતબળી છે, એમ પણ જણાવ્યું હતું, પરંતુ એ વખતે સમયના અભાવે તેના પર વિશેષ પ્રવચન કરી શક્યા ન હતા. તે વિવેચન આજે કરીએ છીએ.
એક આત્મામાં કેટલી શક્તિ હોય છે? તેને ખ્યાલ આપણને તીર્થકરોનાં જીવન પરથી આવી શકશે કારણ કે તેમની શક્તિને વિકાસ ચરમ સીમાએ થયેલો હોય છે.