________________
આત્મજ્ઞાન કથાર થાય?
૨૩૭
હુન્નર-ઉદ્યોગની ખીલવણીના, ના મે, વધારે ઉત્પાદનને નામે આજે હિંસા ખુબ વધી રહી છે અને અનાજનાં બે હૂંડાં મેંમાં નાખવા માટે જનાવરને ગોળી મારવામાં આવે છે. તે માટે ખાસ શિકારી ટેળીઓની ગોઠવણ કરવામાં આવી છે. વળી મત્સ્યઉદ્યોગ જેવા અતિ હિંસક ઉદ્યોગને પણ ઉત્તેજન અપાઈ રહ્યું છે. આ બધા ધર્મવિહીન કેળવણને પ્રતાપ છે અને એ જ સ્થિતિ ચાલુ રહેશે તે માણસે પર કુદરતી કોપ મોટા પ્રમાણમાં ઉતર્યા વિના રહેશે નહિ. આજે પહેલાં કરતાં કુદરતી કેપનું પ્રમાણ વધ્યું છે અને જ્યાં ત્યાં જળપ્રલય, ધરતીકંપ, રેલવે અકસ્માત અને વિમાની હેનારતની વાતે સંભળાય છે, તેનું કારણ એ છે કે અનીતિ વધી છે, અનાચાર વળે છે અને આત્મહિત કે આત્મકલ્યાણ તરફ બિલ કુલ લક્ષ રહ્યું નથી. જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાં આત્મહિત કે આત્મકલ્યાણ તરફ લક્ષ રહે જ કયાંથી ?
આર્થિક વિકાસ એ જીવનની એક જરૂરિઆત છે, પણ તે જીવનનું ધ્યેય હેઈ શકે નહિ. જીવનનું ધ્યેત્ર હોય તો આત્મકલ્યાણ જ હોઈ શકે અને તે માટે સાચા આત્મજ્ઞાનની જરૂર છે.
આત્મા વિષે શાસ્ત્રમાં હજારો કે લખાયેલા છે, તે બધાને સાર અહીં તમને થોડા શબ્દોમાં મળી જાય છે. કોઈને એમ લાગતું હોય કે હજારો લેકોને સાર થોડા શદમાં શી રીતે આવે ? તે ચાર પંડિતની વાત તમારા મનનું સમાધાન કરશે