________________
આત્માનો ખજાને
૨૦૧
કે તેમાં પહેલું સમ્યક્ત્વ ઉચ્ચારવામાં આવે છે અને પછી ત્રતા અપાય છે.
સમ્યક્ત્વ વિષે આગળ ઘણું વિવેચન કરવાનું છે, તેથી અહીં તેને વિસ્તાર નહિ કરીએ, પણ એટલું જણાવીએ છીએ કે “સમ્યક્ત્વ એ આત્માને મૂળ ગુણ છે, એટલે તેને બરાબર ખેલ. જેનું સમ્યક્ત્વ નિર્મળ અને દઢ હશે તે એક કાળે અવશ્ય મુક્તિ પામશે. ”
લેકે આનંદને શોધે છે. કોઈ ખાનમાં, કઈ પાનમાં કઈ ગાનમાં તે કઈ તાનમાં. કેઈને તે કંચનમાં દેખાય છે, તે કોઈને કામિનીમાં દેખાય છે. કોઈને તે મકાનમહેલોમાં દેખાય છે, તે કોઈને તે માન-પાન ને અધિકારમાં દેખાય છે. પણ એ બધો ભ્રમ છે, માયાજાળ છે. એ કઈમાં આનંદ નથી, આનંદ આપવાની શક્તિ નથી. આ તે કસ્તુરિયા મૃગ જેવી સ્થિતિ છે. કસતૂરિયા મૃગને કરતૂરીની મીઠી સુગંધ આવે છે, એથી તે મહિત બને છે આવી સુગંધ કયાંથી આવે છે? તે શોધવા આખા વનમાં ભમે છે, પણ તે એનું મૂળ સ્થાન શોધી શકતું નથી. કરતૂરી છે પોતાની ટીમાં અને શોધે છે બહાર તે કયાંથી મળે? આ રીતે આનંદને શ્વેત વહે છે તમારા આત્મા– માંથી અને શોધે છે બહાર, તે તમને કયાંથી મળે?