________________
આત્મતત્વવિચાર
અને હીયમાન એટલે ઉત્તરોત્તર ઓછું થનારું. પ્રતિપાતી એટલે આવ્યા પછી ચાલ્યું જનારું અને અપ્રતિપાતી એટલે આવ્યા પછી કાયમ રહેનારું. -
આજના વિજ્ઞાને કલેરવોયન્સ વગેરે શક્તિઓને માન્ય રાખી છે, તે આ જ્ઞાનના પૂરાવારૂપ છે.
મન પર્યય જ્ઞાનના બે ભેદે છે. જુમતિ અને વિપુલ મતિ, તેમાં ઋજુમતિ મને ગત ભાવેને સામાન્યરૂપે જાણે છે અને વિપુલમતિ વિશેષ રીતે જાણે છે. આજે જેને ટેલીપથી કહેવામાં આવે છે, તે આવું જ્ઞાન હોવાની સાબીતી આપે છે.
કેવલજ્ઞાનમાં કોઈ ભેદ નથી, એટલે તે એક છે. આ રીતે મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યયજ્ઞાનના ૨ અને કેવલજ્ઞાનને ૧ મળી જ્ઞાનના કુલ ૫૧ ભેદ થાય છે.
આત્માના ખજાના વિશે હજી કેટલુંક કહેવાનું છે, તે અવસરે કહેવાશે.
જઘન્ય દેશાવધિનું ક્ષેત્ર ઉત્સધાંગુલને અરાંખાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ દેશાવધિનું ક્ષેત્ર સંપૂર્ણ લેક છે અને અજઘન્યત્કૃષ્ટ દેશાવધિનું ક્ષેત્ર એ બંનેની વચ્ચેનું છે, જે અસંખ્યાત પ્રકારનું છે.
જઘન્ય પરમાવધિનું ક્ષેત્ર એક પ્રદેશાધિકલોક છે. ઉત્કૃષ્ટ પરમાવધિનું ક્ષેત્ર અસંખ્યાત પ્રમાણ છે અજધત્કૃષ્ટ પરમાવધિનું ક્ષેત્ર એ બંનેની વચ્ચેનું છે. | સર્વાવધિનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ પરમાવધિનાં ક્ષેત્રથી પણ અસંખ્યાત ગણું વધારે છે.
લોથી અધિક ક્ષેત્ર હોતું નથી, કારણ કે ત્યાં એવો કોઈ પદાર્થ નથી કે જે અવધિજ્ઞાની જાણું શકે. તેથી અહીં લેકથી અધિકને જે નિદેશ છે તે ઉત્તરોતર જ્ઞાનની સૂક્ષ્મતાનો સમજો.