________________
આત્માને ખજાનો
૧૭
તે પ્રમાણે જ ગ્રહણ કરવા, તે વ્યંજન નામનો જ્ઞાનાચાર; સૂત્રપાઠને અર્થ હોય તે પ્રમાણે જ ગ્રહણ કરે, તે અર્થ નામના જ્ઞાનાચાર અને અક્ષરો તથા અર્થ ઉભય શુદ્ધ પ્રકારે ગ્રહણ કરવા, તે તદુભય નામને જ્ઞાનાચાર.
જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે અને કાંકરે કાંકરે પાળ બંધાય છે, તેમ થોડું થોડું શીખતાં ઘણું જ્ઞાન મળી શકે છે, તેથી જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાવાળાએ રેજ શેડો શાસ્ત્રાભ્યાસ અવશ્ય કરે. તમે સાંભળ્યું હશે કે –
देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ।
ગૃહસ્થ છ કર્તવ્ય હંમેશાં કરવા લાયક છે. પહેલું દેવપૂજા, બીજું ગુરુની સેવા, ત્રીજું સ્વાધ્યાય એટલે શાસ્ત્રનો અભ્યાસ, ચોથું સંયમ, પાંચમું તપ અને છઠું દાન, એટલે શાસ્ત્રાભ્યાસ એ માત્ર સાધુઓનું જ નહિ પણ તમારું યે નિત્ય કર્તવ્ય છે. તમે અધિકાર મુજબના ગ્રંથ વાંચી શકો છો.
અવધિજ્ઞાન વગેરેના ભેદે. અવધિ, મન:પર્યવ અને કેવળ એ ત્રણે ઉચ્ચ કેટિનાં જ્ઞાને છે. તે મનુષ્યોને સંયમ તથા તપના પ્રભાવે પ્રગટ થાય છે. દેવ તથા નારકીના જીવને અવધિજ્ઞાને ભવપ્રત્યય એટલે કે ભવનાં નિમિત્તથી સહજ હોય છે. અવધિજ્ઞાનને ઉપગ મૂકે એટલે આત્મા દૂર-સુદૂર રહેલાં રૂપી દ્રવ્યોને જોઈ-જાણી શકે છે.
અવધિજ્ઞાનના મુખ્ય ભેદ છ છે. અનુગામી એટલે અવધિજ્ઞાનવાળા પુરુષની સાથે જનારું. અનનુગામી એટલે સાથે નહિ જનારું. વધમાન એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામનારું