________________
૧૬૨
આત્મતરવવિચાર
એક છું. મારું કોઈ નથી” “નામ નરક તેમ હું પણ કેઈને નથી.” જેનાં સગાંવહાલાં મરી પરવાર્યા છે, તેઓ પણ દીન બનીને-રાંક બનીને આ વિચાર કરે છે, પણ અહિં એવી દીનતાથી આ વિચાર કરવાનું નથી. અહીં તે આત્માની સાચી પરિસ્થિતિ સમજીને આ વિચાર કરવાને છે. તેથી જ કહ્યું છે કે “વું શીળમાણો ગવાળમજુસાર– આ રીતે અદીન મનથી આત્માનું અનુશાસન કરે.” - પછી જે વિચારવાનું છે, તે આ ગાથામાં કહ્યું છે. “જો મે તારો કgi--એક મારો આત્મા જ શાશ્વત છે.” આ આત્મા કે છે? “વાળાનંgબો-જ્ઞાન અને દર્શનથી યુક્ત” જ્ઞાન અને દર્શન એ આત્માના સ્વાભાવિક ગુણે છે, એટલે તે કોઈ કાળે છૂટા પડતા નથી. માટે જ આત્માને જ્ઞાનદર્શન યુક્ત કહ્યો. અહીં કોઈને એ પણ પ્રશ્ન થાય કે આત્મા જો એક જ છે, તે માતા, પિતા, ભાઈ, ભગિની, પત્ની, પરિવાર, સગાવહાલાં, સબંધીજને, મિત્રો વગેરે શું છે? શું તે પિતાના નથી?' ત્યાં એમ સમજવાનું કે “રેસા મે વા િમાવા, સર્વે સંકોસ્ટિવવા-જ્ઞાન અને દર્શન સિવાયના બધા ભાવે બહિર્શાવે છે, કારણ કે તે જન્મના સંગથી પ્રાપ્ત થયેલા છે, એટલે આ જન્મ પૂરતા જ છે, પણ બીજા જન્મ વખતે સાથે આવવાના નથી.” જેમને તમે “મારા” “મારા” કરે છે અને જેમને પાળવા, પિષવા તથા રાજી રાખવા માટે ન કરવાનાં કામો કરવાની હદે પહોંચી જાઓ છે, તે તમને બે ડગલાં વળાવીને જ પાછા ફરે છે, પણ તેમાંનું કેઈ સાથે આવતું નથી. ત્યારે