________________
આત્માનો ખજાનો
૧૫૭
ખાવા મળશે ” આ સાંભળી નાયબ મંત્રી લુચ્ચું હાસ્ય કરવા લાગ્યો.
મંત્રીએ બીજ રેતી પર નાખ્યાં અને પાણી રેડયું, પછી પરિણામની રાહ જોવા લાગ્યા. પરંતુ થોડી વાર થવા છતાં એ બીજમાં કંઈ ફેરફાર ન થયે. આ જોઈ મંત્રી હેબતાઈ ગયો. તેને સમજ ન પડી કે આમ શાથી થયું? બધી અકોલે ફળી ને આમાં વાંધે કેમ આવ્યો? તેણે પોતાની હાર કબૂલ કરી, પણ શરતનો અમલ કરતાં પહેલાં પંદર દિવસની મુદત માગી નાયબ મંત્રીને જિતને મદ હો, વળી તે પિતે બહુ ઉદાર છે, એમ રાજાને દેખાડવા માગતો હતો, એટલે તેણે પંદર દિવસની મહેતલ કબૂલ કરી.
માજી મંત્રી ઘરે પાછો ન જતાં દડમજલ કરતે પેલા અક્કલ વેચનાર દુકાનદાર પાસે પહોંચ્યા અને બનેલી બધી હકીક્ત અક્ષરશઃ કહી સંભળાવી. દુકાનદારે કહ્યું કે “આમાં તમે એક સ્થળે ભૂલ ખાધી છે. બધી વાત સ્ત્રીને કહેવી જોઈતી ન હતી. જે તમે એને વાત ન કરી હેત તે બધાં સારાં વાનાં થાત. મને લાગે છે કે તમારી સ્ત્રી અને નાયબમંત્રી મળેલાં છે અને તેમણે તમને ઉથલાવી પાડવા માટે છેતરપીંડી કરેલી છે. તમે આ બીજ બારીકાઈથી જોશે તે ખબર પડશે કે તે શેકાયેલાં છે.”
પછી દુકાનદારે પોતાની પાસેનાં બીજ કાઢી ફરી પ્રયોગ કરી બતાવ્યું અને નવાં બીજ આપ્યાં તથા હવે શું કરવું? એ બાબતમાં છેડી સલાહ પણ આપી. આથી માજી મંત્રી