________________
આત્માને ખજાનો
૧૪૩
મારું ગળું સૂકાય છે, તે પાણી લાવી આપ.” બીજી રાણીએ કહ્યું કે “ હે નાથ ! મને ખૂબ ભૂખ લાગી છે અને આપણી પાસે કંઈ ભાતું નથી, માટે કોઈ પ્રાણીને શિકાર કરી લાવે તે મારી ભૂખ ભાંગું.” ત્રીજી રાણીએ કહ્યું કે “હવે તો રસ્તે બહુ કંટાળા ભરેલો લાગે છે, માટે કોઈ સુંદર ગીત ગાઓ, તે ચિત્ત પ્રસન્ન થાય અને રસ્તે સહેલાઈથી કપાઈ જાય.”
ભીલ રાજાએ ત્રણેની વાત સાંભળ્યા પછી જવાબમાં એટલું જ કહ્યું કે “ર નથિ ” આથી ત્રણે રાણીઓને એમ લાગ્યું કે અમારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે.
પહેલી સમજી કે નજીકમાં કોઈ સર એટલે સરોવર નથી, તે પાણી કયાંથી લાવું? એમ એ કહે છે.” બીજી સમજી કે ભાથામાં સર એટલે બાણ નથી, તે શિકાર શી રીતે કરું?” એમ એ જણાવે છે. ત્રીજી સમજી કે “સર એટલે સ્વર નથી, તે શી રીતે ગાઉં? એમ એને જવાબ છે.” આમ સર શબ્દના ત્રણ અર્થ થયા : સરોવર, બાણ અને સ્વર
અહીં ઉપયોગ શબ્દનો અર્થ છે, વસ્તુના બોધ પ્રતિ આત્માની પ્રવૃત્તિ અથવા વિષય તરફની અભિમુખતા. શાસ્ત્રકારોએ તેને જ જીવનું લક્ષણ માન્યું છે. શ્રી ઉત્તરા
___ x उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेत्युपयोगः । જેના વડે જીવ વસ્તુના પરિચ્છેદ એટલે બેધ પ્રતિ વ્યાપાર કરેપ્રવૃત્ત થાય તે ઉપયોગ. અથવા ઉપ એટલે સમીપ અને યોગ એટલે જ્ઞાન દર્શનનું પ્રવતન. જેના વડે આત્મા જ્ઞાન દર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળે, થાય એ જે ચેતના વ્યાપાર તે ઉપયોગ.