________________
આત્માની સંખ્યા
૧૨૧
અને તેમના સહવાસમાં આવતા રહે તે અજ્ઞાનને પડદે ઉચકાતા વાર લાગશે નહિ. પારસમણિ અને લોઢાની ડબી વચ્ચે રહેલો પડદો ઉચકાય કે લોઢાની ડબી સેનાની બની ગઈ, એ દષ્ટાંત અહીં વિચારવા યોગ્ય છે.
પારસમણિનું દષ્ટાંત– એક બાવાજી હતા. તેમની પાસે એક પારસમણિ હતે. પારસમણિ લોખંડને અડે તે લોખંડનું સેનું થઈ જાય. ગામના નગરશેઠને આ વાતની ખબર પડી, એટલે પિતાને ધંધાપો છોડી બાવાજી પાસે દેડિયા અને તેમની ચાકરી શરૂ કરી દીધી. બાવાજીને કષ્ટ ન પડે તે માટે શેઠે પોતાનું રહેવાનું ખાવાનું, સૂવાનું, બેસવાનું બધું બાવાજીની સાથે રાખ્યું.
બાવાજી ઉઠે તે પહેલાં શેઠ ઉઠી જાય અને બાવાજીની સેવામાં લાગી જાય. બાવાજીનાં દાતણપાણી, નાન, કપડાં, ભોજન, શયન બધાની ખૂબ કાળજી રાખે અને ખંતપૂર્વક ખાતર–બરદાસ કરે, પરંતુ આ સેવા શેઠ કેની કરતા હતા ? પેલા બાવાજીની કે પારસમણિની? લાલચ એવી વસ્તુ છે કે તે માણસ પાસે ગમે તેવાં કામ કરાવે છે.
બાવાજી પણ પાકા હતા, બધે તાલ જોયા કરતા પણ કશું બોલતા નહિ. એમ કરતાં બાર વરસ વીતી ગયાં, ત્યારે બાવા જ પ્રસન્ન થયા અને શેઠને કહેવા લાગ્યા કે “તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું માટે તમારે માગવું હોય તે માગો.” શેઠે કહ્યું. પારસમણિ આપ.” બાવાજીએ કહ્યું : બહુ સારું, તે પેલી ઝોળીમાં લેખંડની ડબીમાં પડયા છે, માટે ઝોળી અહી લાવો.”