________________
વિ. સં. ૧૯૦-૯૦ ની આસપાસને ઉત્તર ગુજરાતને આ પ્રસંગ છે. ચાણસ્માના શ્રાવકેએ વિનંતિ કરી કે “ગુરુદેવ! અહીંથી થોડે દૂર રામપુર નામનું ગામ છે, જયાં ચોરના સવાસો જેટલાં ઘર છે. તેઓ લૂંટફાટ ખૂબ કરે છે અને પ્રજાને રંજાડવામાં બાકી રાખતા નથી. જે તેમને આપને ઉપદેશ લાગે તો કામ થઈ જાય, માટે આપ કૃપા કરીને તેમને ઉપદેશ આપ.”
ચરિત્રનાયકે આ વિનંતિને તરત જ સ્વીકાર કર્યો અને થોડા શ્રાવકે સાથે તેઓ રામપુર ગયા. ત્યાં લોકોએ તેમનું સ્વાગત કર્યું અને ઉપદેશ સાંભળવાની ઇચ્છા પ્રક્ટ કરી. ચરિત્રનાયકે તેમને સાદી અને સરળ ભાષામાં મનુષ્ય તરીકેનું કર્તવ્ય સમજાવ્યું અને હિંસા, જૂ, ચોરી, બદમાસી વગેરે છોડી દેવા પર ખાસ ભાર મૂકે. આ ઉપદેશની ભારે અસર લેબ, પચીસ માણસોએ ત્યાં જ ઊભા થઈને પ્રણામપૂર્વક જણાવ્યું કે “ગુરુમહારાજ, આજથી અમે હિંસા કરવાનું છેડી દઈએ છીએ, માંસમદિરા વાપરવાનું બંધ કરીએ છીએ તથા ચેરી નહિ કરવા નિર્ણય કરીએ છીએ. તે માટે અમને પ્રતિજ્ઞા કરાવો.' એટલે ચરિત્રનાયકે તેમને પ્રતિજ્ઞા આપી અને આ રીતે સારાં કામની પહેલ કરવા માટે અભિનંદન પણ આપ્યા. તે વખતે પેલા માણસેએ કહ્યું: “બાપજી! નજીકમાં સુણસર ગામ છે, ત્યાં ચેરનાં ચાર ઘર છે. તેમને પણ આપ ઉપદેશ આપ. અમે આપની સાથે ચાલીશું.' એટલે ચરિત્રનાયક થડા શ્રાવકે તથા ગામલો સાથે સુણસર પધાર્યા.
લેને ખબર પડી કે કોઈ મોટા મહાત્મા પધાર્યા છે, એટલે તેઓ ઢોલ-નગારા લઈને સામે આવ્યા અને ઉમળકાથી સ્વાગત કરતાં કહેવા લાગ્યાઃ “મહારાજ! આપે મેટી મહેરબાની કરી આપ અહીં પધાર્યા, તેથી અમને ઘણે આનંદ થયો. હવે આપ ઘોડા પર બિરાજે અને ગામમાં પધાર' અને તેમણે એક સુંદર શણગારેલો ઘડે હાજર કર્યો.