________________
આત્મા એક માટે પ્રવાસી
६३
AAAA
કે “મંત્રી ન્યાયનીતિથી ચાલનારે છે એટલે લોકોમાં ખૂબ પ્રિય છે. જે તેને એકાએક વધ કરીશ તે ખૂબ ઉશ્કેરણી ફેલાશે અને મારે રાજ્યમાં રહેવું ભારે થઈ પડશે. માટે પ્રથમ તો તેને ગુનો સાબીત કરે અને તે માટે અંગરક્ષકનું ખૂન કરનારા મારાઓને પકડી મંગાવવા. તેમની પાસેથી સાચી હકીકત જરૂર જાણી શકાશે.
રાજાને હુકમ થતાં માણસે છૂટયા. પેલા મારાએ પગપાળા નાસતા હતા, જ્યારે આ માણસો ઘોડા પર સવાર થયેલા હતા, એટલે તેમણે ચેડા વખતમાં જ મારાઓને પકડી પાડયા અને રાજા સમક્ષ રજૂ કર્યા.
રાજાએ સત્તાવાહી અવાજે પૂછયું, કે “તમે મારા અંગરક્ષક હજામને શા માટે માર્યો ?” મારાઓએ કહ્યું કે
અમે તમારા અંગરક્ષક હજામને નહિ પણ મંત્રીને માથે છે તેના હાથમાં રહેલી મુદ્રા તેની નિશાની છે.”
આ શબ્દો સાંભળતાં જ રાજાને સાચી હકીકતને ખ્યાલ આવી ગયો, છતાં વધારે ખાતરી કરવા મારાઓને પૂછયું, કે “તમને આ કામ માટે કેણે રેયા હતા ? સાચું બોલે, નહિ તો ગરદન મારીશ.” આથી મારાઓએ સાચા નામ આપી દીધાં.
આ સાંભળી રાજા સ્તબ્ધ થઈ ગયો અને હજામ તે મંત્રીપણાને લહાવો લેવા જતાં કૂટાઈ ગયે છે, એ વાત તેના ધ્યાનમાં આવી ગઈ પરંતુ સામતેએ મંત્રીને મારવા મારા શા માટે મોકલ્યા? એ પ્રશ્ન તેના મનમાં ઘેળાવા