________________
બીજો ભાગ
૭૧
અભ્યુપગત અર્થની ખાખતમાં શંકાદિ દોષોથી રહિત એવા શ્રદ્ધાનનુ' જ વિધાન કરવામાં આવ્યુ છે, તેનું કેમ ?” એવું કોઈ પૂછે, તેા કહી શકાય કે–જૈનની શ્રદ્ધા, એ વસ્તુતઃ સાચા તત્ત્વાર્થની શ્રદ્ધા છે, પણ પોતાના અલ્યુપગત અર્થની શ્રદ્ધા નથી. ધર્મવાદથી પરીક્ષા કરવા પૂર્વક તત્ત્વને સમજીને પાતે જે અને અલ્યુપગત કર્યાં હોય, તેની શ્રદ્ધા છે. સ૦ જૈનમાં એવું જ્ઞાન હોવું જોઇએ ને?
જૈન તે કહેવાય, કે જેનામાં એવું જ્ઞાન હોય; અથવા તા, જે પેાતામાં તેવું જ્ઞાન ન હાય, તેા તેવા જ્ઞાનવાળા ગીતા મહાત્માની નિશ્રા જેણે સ્વીકારી હાય. માટે તે, આપણે એ વાત વિચારી આવ્યા કે જે કહેવાતા જૈન પેાતાના કુલાચારથી જ આગમપરીક્ષાને બાધિત કરે, તે જૈન પણ આભિગ્રહિક મિથ્યાદૃષ્ટિ છે. જૈન તેા શ્રી જિનાગમને જ પ્રમાણુ કરનારી હાય. શ્રી જિનાગમને જાણે પણ નહિ અને શ્રી જિનાગમના જાણુની નિશ્રાને સ્વીકારે પણ નહિ, છતાં ય જે પેાતાની માન્યતાના આગ્રહી હોય, તે તેા જૈન કહેવાતે હોય તે પણ, તે આભિગ્રાહિક મિથ્યાદષ્ટિ છે. આમાં કાઈ ના ચ પક્ષપાત ચાલે એવેા નથી. જૈન ગણાતાઓમાં પણ કેટલાક ભેદો શાને 'ગે છે ? પોતાના કુલાચારના એવા આગ્રહ કે–શ્રી જિનાગમમાં એથી ઊલટી વાત નીકળે, તે। ય એ શ્રી જિનાગમને પ્રમાણુ કરે નહિ, પણ પેાતાના કુલાચારને પ્રમાણ કરે ! આભિનિવેશિક મિથ્યાત્વવાળાઓએ, એટલે નિહ્નવ આદિએ ચલાવેલા મતા પણ આજે વિદ્યમાન છે ને ? એ મતોના મૂળ પ્રક્ષકોને આભિનિવેશિક મિથ્યાત્વ, પણ એ મતને માનનારાં કુલેમાં જન્મેલા અને એટલા માત્રથી જ એ મતની