________________
ચાર ગતિનાં કારણેા
નથી, એવા અજ્ઞાન જીવનુ પાતપેાતાના અભ્યુપગત અનુ એવું શ્રદ્ધાન, કે જેથી એના અશ્રુપગત અર્થથી ઊલટી વાતને તે સમજી શકે જ નહિ, એને આભિગ્રહિક મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય. જે તત્ત્વને જાણતા નથી અને પોતે માનેલી વસ્તુની જેનામાં એવી દૃઢ શ્રદ્ધા છે કે-એની માન્યતા ખાટી હોવા છતાં પણુ, એ માન્યતા ખેાટી છે એવુ સમજવાને અવકાશ જ નથી; આનું જે મિથ્યાત્વ, તે આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. કુદશનના આગ્રહિએ અને વિતંડાવાદિઆમાં પણ, આ પ્રકારનું મિથ્યાત્વ હોય. ‘ પોતે જે કાંઈ માને છે, તે સાચું જ છે ’–એમ માનીને ચાલે અને એથી ઊલટી વાત આવે તે એટલી શંકા પણ એને થાય નહિ કે—કદાચ મારૂ માનેલું ખાટું અને આનુ માનેલું સાચું તે! નહિ હોય ? આટલી શંકા પેદા થાય, તેા તે જિજ્ઞાસા પ્રગટે ને ? શકા પડે, તેા પેાતાની માન્યતાના આગ્રહ ઢીલે પડે અને સામાનુ વિચારવાનુ મન થાય. આ તા એવો આગ્રહી હોય કે--સામાની વાતને કદાચ સાંભળે અને વિચારે, તે ય તે એ માટે જ સાંભળે અને વિચારે કે—આ વાતને કેવી યુક્તિથી ખેાટી ઠરાવી શકાય ? સામાની વાતને સમજવી છે એવી બુદ્ધિ નહિ, પણ સામાની વાતને ચેન કેન તાડવી છે-એવી બુદ્ધિ એનામાં હોય. મિથ્યાત્વ જ્યાં સુધી આવું જોરદાર હાય, ત્યાં સુધી તે ગમે તેવો સારા યોગ મળે, તે ય જીવ મિથ્યાત્વને કાઢીને સમ્યત્વને પામી શકે નિહ.
જૈનની શ્રદ્ધા કેવા પ્રકારની હાય?
૭૦
અહી કાઈ કહેશે કે- શ્રી જૈન દર્શનમાં પણ પોતાના