________________
બીજો ભાગ
આમ, ભવ્ય જીને પાંચ પ્રકારનું અને અભવ્ય જીને બે પ્રકારનું મિથ્યાત્વ સંભવે છે. જિન કહેવાતો પણ જે પિતાના કુલાચારથી આગમપરીક્ષાને
બાધિત કરે છે તે મિથ્યાદૃષ્ટિ છે : પાંચ પ્રકારનાં મિથ્યાત્વોમાં પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ છે. અનેક વિદ્યાઓના જાણ અને તર્કમાં ભલભલાને હંફાવી શકે, એવી બુદ્ધિવાળા માણસમાં પણ, આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોય છે, તે તે તેમને સમ્યક્ત્વને પામવામાં બહુ જ બાધાકારી નિવડે છે. વ્યવહારથી જૈન ગણાતાઓમાં પણ આ આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોઈ શકે છે. આજે જેઓ એમ માની બેઠા છે કે-અમે જૈન કુળમાં જન્મ્યા છીએ અને ભગવાને કહેલી કિયાઓ પિકીની અમુક અમુક ક્રિયાઓ અમે કરીએ છીએ, એટલે અમે સમકિતી છીએ. – તેઓએ વિચાર કરવા જેવો છે. દેવ, ગુરૂ અને ધર્મનું સેવન, કુલાચાર માત્રથી કરનારાઓમાં, કેટલીક વાર એવી આગ્રહશીલતા પણ હોય છે કે આગમની વાત પણ, જે એ માનતા હોય એથી વિરૂદ્ધ જતી હોય, તે તેઓ પોતાના કુલાચારને પ્રધાન પદ આપે, પણ આગમના વચનને પ્રધાન પદ આપે નહિ. કહી દે કે-આગમ ગમે તેમ કહેતું હોય, પરંતુ અમારા કુળમાં આ પ્રમાણે મનાતું આવ્યું છે, માટે અમે તે આમ જ માનવાના અને આમ જ કરવાના.” આવા આગ્રહી આત્માએને પણ, જ્ઞાનિઓએ આભિગ્રહિક પ્રકારના મિથ્યાત્વના સ્વામી કહ્યા છે. સમ્યગ્દષ્ટિ આત્માએ કદી પણ અપરીક્ષિતના પક્ષપાતી હોતા નથી. તેમને કઈ વાર અનાગથી