________________
૫૬
ચાર ગતિનાં કારણે હોય, તો તે પણ વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. જીવાદિ પદાર્થોને, તે જેવા સ્વરૂપના છે, તેવા સ્વરૂપે જાણવા અને માનવા, એ સમ્યકત્વ છે. એવું સમ્યક્ત્વ બહુ કિંમતી છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે–એમ માનવું. એ ભગવાનના નિશ્ચયને પિતાને નિશ્ચય બનાવવા જેવું છે અને એથી, ભગવાને કહ્યું છે તે જ સાચું છે–એમ હૃદયપૂર્વક સ્વીકારવામાં પણ સમ્યકત્વ હેય. આ સમ્યગ્દષ્ટિ પણ, સંગાનુસાર, ભગવાને જીવાજીવાદિ તત્ત્વના વિષયમાં શું કહ્યું છે, તેને અભ્યાસ કરવાને પ્રયત્ન કર્યા જ કરે. જીવાદિ તના સ્વરૂપ વિષે જે નિશ્ચયાત્મક જ્ઞાન ધરાવતું હોય, તેને પિતાના પરિણામેની રક્ષા કરતાં આવડે. સાચું ભણેલે પિતાને ઓળખે. પોતે કયા ભાવમાં બેઠે છે, તે એ જાણી શકે. અવિરતિ આદિના યોગે આત્મામાં કેવા કેવા પરિણામો પ્રગટે છે–એનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે એ ખૂશ થાય કે-જ્ઞાની મારા અંતર સુધી પહોંચી ગયા છે. અવિરતિનું જોર શું કરે, કષાયનું જોર શું કરે, એ વગેરેને લગતી જ્ઞાનિઓએ કહેલી વાત, એને અનુભવગમ્ય બને. જ્ઞાન, એ પિતાને ખરા સ્વરૂપમાં ઓળખાવનારી ચીજ છે. જેનું જ્ઞાન સાચું, તે સૌથી પહેલાં પિતાને ઓળખે. તમારી માંદગીની પહેલી ખબર કોને પડે? તમને કે બીજાને? જ્ઞાન ઓછું હોય, તે પિતાની માંદગીના પ્રકારાદિને જાણી શકાય નહિ, પણ માંદગીની અસરને તે પહેલે પિતે જ જાણું શકે ને? જ્ઞાન, પિતાના દેને જાણવા, પિતાના ગુણને જાણવા તથા પિતાના દોષને કાઢવા અને પિતાના ગુણોને પ્રગટાવવાને માટે છે. આજે મેટે ભાગે તના સ્વરૂપનું જ્ઞાન નથી; અને, જેઓ ભણેલા છે તેમાં