________________
બીજો ભાગ
૪૧ ચારિત્રને નિષેધ નથી કર્યો. એ કાંઈ અશક્ય નથી કે–અભવ્ય અને દુભ સર્વવિરતિની દિક્ષાને ગ્રહણ કરે અને તેનું પાલન પણ એવી રીતિએ કરે કે-બીજાઓને કદાચ એમ પણ લાગે કે-આ લોકો ગજબનું સંયમપાલન કરે છે. ઘર સંયમ અને ઘોર તપ, એ અભવ્ય અને દુર્ભને માટે, અશક્ય નથી; પણ આ મિથ્યાત્વનામના પાપને ત્યાગ તે માત્ર ભવ્યા. -ત્માઓજ કરી શકે છે. એટલે, નથી તે અભવ્ય મિથ્યાત્વ નામના પાપને તજી શકતા અને નથી તે દુર્ભ મિથ્યાત્વ -નામના પાપને તજી શકતા; માત્ર ભવ્યાત્માઓ જ મિથ્યાત્વ નામના પાપને તજીને સમ્યગ્દર્શન રૂપ ધર્મને પામી શકે છે. મિથ્યાત્વ જેમ મૂઢતાને પેદા કરનારૂં છે, તેમ સમ્યકત્વ એ “ધર્મના રસને પેદા કરનારું છે. સમ્યકત્વની હાજરીમાં દોષે પણ તેવા ફલને આપી શકતા નથી, કે જેવા ફલને દોષ મિથ્યાત્વની હાજરીમાં આપી શકે છે. એવી જ રીતિએ, મિથ્યા- ત્વની હાજરીમાં ગુણે પણ તેવા ફલને આપી શકતા નથી, કે જેવા ફલને ગુણે સમ્યકત્વની હાજરીમાં આપી શકે છે. અભવ્ય અને દુર્ભ જ્યારે ઘેર સંયમનું પાલન કરે છે અને ઘોર તપને તપે છે, તે વખતે જે તેમનામાં મિથ્યાત્વની હાજરી ન હોય અને સમ્યક્ત્વની હાજરી હોય, તે એ સંયમ અને એ તપ, એમને મુક્તિ આપ્યા વિના રહે નહિ; પરંતુ એક માત્ર મિથ્યાત્વની હાજરી, એમને એ સંયમના પાલનના અને એ તપના સેવનના વાસ્તવિક ફલથી વંચિત રાખે છે. એવી રીતિએ, સમ્યકૃત્વની હાજરી હોય એવા વખતે અવિરતિના ગે સેવાતાં મહા પાપ પણ, આત્માને દુર્ગતિમાં ઘસડી જવાને માટે સમર્થ બની શકતાં જ નથી અને સમ્યગ્દષ્ટિ