________________
૩૮
ચાર ગતિનાં કારણે પણ ધનવાને પિતે વિચાર કર પડે, કેમ કે-એને દુર્ગતિમાં જવું નથી. જો એમ થઈ જાય કે-આ બધા ધનને પ્રતાપ છે, માટે ધન તે જોઈએ જ; તે એને ડૂબી જતાં વાર લાગે નહિ. ધન તજવા જેવું છે, પરિગ્રહ એ પાપ છે, એમ જે સમજાઈ જાય, તે મહા પરિગ્રહી એને સારો ઉપયોગ કરવા માંડે ને? થોડું ધન હોય તે ય, થેડા દાન દ્વારા ઘણે લાભ ઉઠાવી શકે. આ તે શ્રી સિદ્ધક્ષેત્ર છે. અહીં તે ધર્મનાં કારણે બહુ મળે. બીજા ક્ષેત્રે કરતાં આ ક્ષેત્ર બહુ દાન કરાવનાર છે. મહા પરિગ્રહવાળા નક્કી કરી લે કે-સદુપયોગ કરવાનું આ સુંદર સ્થાન છે. કહી દે કે અહીં જેને ટીપ લઈને આવવું હોય તે ખૂશીથી આવે, કેમ કે અહીં પાપથી છૂટવાની ભાવને બહુ જોરદાર હોય છે. સાધારણ સ્થિતિવાળા પણ સમજે કે-પુણ્યની ઉત્તમ તક છે. જેટલાં કારણે દુર્ગતિમાં લઈ જનારાં બેઠાં છે, તે જે તમે ધારે ને મનની દિશાને ફેરવી નાખે, તે તે દુર્ગતિમાં લઈ જઈ શકે નહિ. હૈયાને જે બરાબર સુધારી લેવાય, તે ભવની સુંદર પરંપરા સર્જાય અને મુક્તિ વહેલી મળે. આ માટે, મિથ્યાત્વને કાઢવું પડશે અને સમ્યકત્વને મેળવવું પડશે. મિથ્યાત્વ એ સઘળાં પાપનો બાપ છે?
નરકના આયુષ્યના આશ્ર પિકી આપણે પચેન્દ્રિયપ્રાણિવધ, બહુ આરંભ તથા બહુ પરિગ્રહ, નિરનુગ્રહતા, માંસજન, સ્થિરતા અને રૌદ્રધ્યાન-આટલા આશ્ર વિષે કેટલેક વિચાર કરી આવ્યા છીએ. હવે પરમ ઉપકારી, કલિ કાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહા