________________
૨૪
ચાર ગતિનાં કારણો અને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પડે જ, એ એકાન્ત નિયમ નથી. કેટલાકને જીદગીને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે આયુષ્યનો બંધ જે પડતો નથી, તે એ ત્રીજા ભાગની જીદગીને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પણ આયુષ્યને બંધ પડે, એ સંભવિત છે; અથવા તે, એ ત્રીજા ભાગને પણ ત્રીજો ભાગ બાકી રહે ત્યારે અને છેવટ અન્ત વખતે એટલે છેલ્લા અત્તમુહૂર્તમાં પણ આયુષ્યને બંધ પડે, એ સંભવિત છે. આથી, જેણે ખરાબ આયુષ્યને બંધ પડવા દે ન હોય, તેણે તે સદા સાવધ રહેવું જોઈએ. પરિણામેને સાચવવાનો પ્રયત્ન કરે : - ધમી થવું એટલે સદાના સાવચેત બનવું. ધર્મને હૈયામાં વાસ, એટલે આત્માના પરિણામ ઉપર સુંદર ચેકી. આપણા પરિણામ ઉપર આપણે સદાને માટે રોકી રાખી શકીએ, એવું આ સ્થાન છે કે નહિ? હા, તમારું અને અમારું, બન્નેનું સ્થાન એવું છે કે-આપણે જે ધારીએ તે સદાને માટે સાવચેતી રાખી શકીએ. શ્રાવક જે પોતાના ચેથા ગુણઠાણા અગર તો પાંચમા ગુણઠાણાના પરિણામને બરાબર જાળવી રાખી શકે અને સાધુ જે પોતાના સર્વવિરતિ ગુણઠાણાના પરિણામને બરાબર જાળવી રાખી શકે, અને આ પરિણામો આવતાં પહેલાં જે આયુષ્યને બંધ પડી ગયો ન હોય, તે એ શ્રાવકને એ સાધુ કદી પણ દુર્ગતિના આયુષ્યને ઉપા નહિ દેવગતિના આયુષ્યને જ ઉપાજે અને દેવગતિમાં પણ વૈમાનિકથી નીચેના સ્થાનના આયુષ્યને ઉપાજે નહિ. સાધુ અને શ્રાવક-બનેએ પરિણામે ઉપર ચેકી તે રાખવી જ