________________
૨૦
ચાર ગતિનાં કારણે જીવે કેવી રીતિએ ? બને ત્યાં સુધી પાપને આચરવાથી અળગો રહે અને પાપને આચરવું પડે તે ય મનને પાપરક્ત બનવા દે નહિ, એમ તો ખરૂં જ ને? તમે જે જે પાપને આચરે છે, તે ન છૂટકે જ આચરે છે અને એ પાપને આચરવા છતાં પણ તમારું મન તે પાપથી પરા મુખ જ છે, એમ હું માની લઉં ને? જે કઈ એમ સમજે કે–મારા સારા અગર નરસા ભવિષ્યનું સર્જન કરનારે હું છું, એટલે હું ધારું તો મારા સારા ભવિષ્યને સર્જી શકું તેમ છું, તે પોતાની આ સમજને થોડેઘણે અંશે પણ અમલ જ ન કરે, એ કેમ બને? જેને તે ન કરવા જેવું માનતા હોય તેવું પણ તે કરે–એ બને, પણ જે એવું બને, એને એને ખટકારો તે હોય ને? અમે સમજીએ છીએ કે–અમારા સુખના કે દુઃખના સર્જક અમે છીએ, એવું પણ કહે; અને અમને દુઃખ ગમતું નથી તથા સુખ ગમે છેએવું પણ કહે; તે છતાં પણ દુઃખના કારણોને એ સેવે, તે એના હૈયા ઉપર તે બેજે હોય ને? નહિ કરવાનું હું કરું છું અને ન ગમે તેવું મારું ભવિષ્ય હું જ સજું છું, આવું તે એના હૈયામાં હોય ને? એ વિના તે, સમજની વાત એ બનાવટ છે, એમ કહેવું પડે ને? સમજ વિરૂદ્ધ કામ થાય અને એની ખટકેય હાય નહિ, તો એ સમજ વસ્તુતઃ સમજ જ નથી. ચાર ગતિનાં કારણેને વિચાર કેમ?
આપણે જ્યાં જવું પડશે, ત્યાં આપણે આપણા કર્મને આધારે જ જવું પડશે, માટે આપણે અહીં ચાર ગતિનાં