________________ 400 ચાર ગતિનાં કારણે પણ સમભાવ પ્રગટે તે દેવલેકે જાય, એ શક્ય છે. શુભાભિલાષા : આમ, આજે દેવકનાં કારણે પૂરાં થાય છે. ચારેય ગતિનાં કારણે, હવે તે, તમારા જાણવામાં આવી ગયાં છે, એટલે તમે હવે દુર્ગતિમાં ખેંચી જનારાં કારણેને તે નહિ જ સેવવાના ને? દેવગતિનાં કારણોને સેવવામાં પણ, દેવગતિને પૌગલિક સુખને અભિલાષ રાખે નહિ. દેવગતિ મળે એમાં એ ફાયદે થવાને પણ સંભવ છે કેઈન્દ્રની આજ્ઞાદિથી ભગવાન શ્રી જિનેશ્વરદેવની પર્ષદા આ દિમાં જવાને વેગ થઈ જાય અને ત્યાં સમ્યગ્દર્શન પમાઈ જાય! આપણે તે, એ નકકી કરે કે-જ્યાં સુધી સંસારમાં ભમવું પડે ત્યાં સુધી દુર્ગતિ જોઈતી નથી અને સદગતિ જોઈએ છે, કેમ કે-દુર્ગતિનાં દુઃખ વેઠવાની શક્તિ નથી તેમ ત્યાં ધર્મસામગ્રી દુર્લભ છે અને સદ્ગતિમાં પણ જ્યાં ધર્મ સામગ્રી મળે એવું જ સ્થાન જોઈએ છે! આપણે હવે વહેલામાં વહેલી તકે આપણુ આત્માના સંસારપર્યાયને અન્ત આણવે છે અને તે સિદ્ધાળ માં જે તારકેને આપણે નમસ્કાર કરીએ છીએ-એ તારકોના જેવા જ આપણે બની જવું છે. આજે આપણે નિશ્ચય કરી લીધું છે અને એ માટે જ આપણે સદ્ગતિને ઈચ્છીએ છીએ, એમ ખરું ને? આવા ભાવે સદ્ગતિનાં કારણેને સેવનાર આત્માઓને, સદ્ગતિ સુલભ જ છે અને મોક્ષગતિ તેમની રાહ જુએ છે. સૌ આવા ભાવને પામે, એ જ એક શુભાભિલાષા. ચાર ગતિના કારણે બીજો ભાગ સમાપ્ત