________________
બીજો ભાગ
૩૯૯
છે; અહીં બાલ તપ પછી બાલ મરણની વાત કરી છે. જાણું જોઈને અગ્નિમાં બળી મરવું, પાણીમાં ડૂબી મરવું અથવા તે ગળે ફસે ખાઈને મરવું-એવી રીતિએ મરનાર પણ દેવગતિને પામે, એ શક્ય છે. આ પ્રકારનાં બધાં મૃત્યુ બેટાં જ ગણાય. એવી રીતિએ મરનારને ઘણું કષ્ટ વેઠવું પડે છે એટલે અને તે વખતે સારી લેશ્યાને એગ થઈ જાય તે દેવલેક મળી જાય, પણ એની કિંમત નહિ. એવાઓ પ્રાયઃ વ્યન્તરાદિમાં ઉત્પન્ન થાય. કેઈકે કહ્યું કે-દેવલેકમાં જવાનો આ ઉપાય છે અને એથી દેવલોકમાં જવાના જ વિચારથી અગ્નિમાં પ્રવેશ કરે, પાણીમાં ડૂબી મરે કે ગળે ફાંસો ખાય, તે પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે દેવલેકમાં જાય એ શક્ય છે. વિવેકી માણસ આવા મરણને ઈચ્છે નહિ. કેઈ આવી મૂર્ખાઈ કરે અને કચ્છમાં પરિણામ બગડી જાય, તે શું થાય ? મહા પુણ્ય મળેલા મનુષ્યજન્મને પામીને, દેવલેકને માટે આવા કુમરણે મરવું, તે કરતાં વિવેકી બનીને ધર્મ ન સાધે, કે જેથી દેવલોકેય મળે અને ઝટ મોક્ષ પણ મળે? અવ્યકત સામાયિક
અવ્યકત સામાયિક, એ પણ દેવલોકના આયુષ્યના અશ્રાવે પૈકીને એક આશ્રવ છે. સામાયિક શું એ વગેરે કાંઈ જાણે નહિ, તે છતાં પણ હૈયામાં સમભાવ પ્રગટેએ બને અને એથી દેવલેકનું આયુષ્ય બંધાય. વિષય-કષાયનું જોર હોય, તે સમભાવ આવે નહિ. સામાયિક કર નાર પણ સમભાવમાં ન હોય તે દેવકે જાય નહિ અને સામાયિકનો અગર તે સામાયિકનાં સૂવે, તેના અર્થો આદિને કશે ખ્યાલ ન હોય