________________
બીજો ભાગ
૩૭૫
ણામ હોય અથવા એકલા સમ્યકત્વના પરિણામ હોય, તે વૈમાનિકથી એ છે જાય જ નહિ. સર્વવિરતિની તીવ્ર ઈચ્છા સમ્યગ્દષ્ટિમાં જ હોય અને માનવીની એવી ખાલી પણ સાચી ઈચ્છામાં પણ એ ગુણ છે કે–વૈમાનિકનું આયુષ્ય બંધાય.
સ. પરિણમ સર્વ કાળે સરખા હેય નહિ, તો શું થાય ?
આયુષ્યને બંધ પડતી વખતે સમ્યગ્દર્શન ગુણ હોય તે વૈમાનિકનું જ આયુષ્ય બંધાય, એટલે સમ્યગ્દર્શન ગુણની હાજરીમાં આત્મામાં એવા પરિણામે પ્રગટે જ નહિ, કે જેથી બીજી કઈ ગતિનું આયુષ્ય બંધાય. સમ્યકત્વની હાજરી હોય, તે અવિરતિના પરિણામમાં એવી તાકાત હોય જ નહિ કે એથી જીવને દુર્ગતિનું આયુષ્ય બંધાય. સમ્યગ્દર્શન ગુણની હાજરી, એ કઈ સાધારણ વસ્તુ નથી. જેમ વેપારી ખાતે હોય, પીતે હોય, હરતું-ફરતો હોય, એ વગેરે ક્રિયાઓ કરતે હોય, તે ય એના મનમાં ઈચ્છા શાની હોય? જેને વેપારને રસ હોય, તે ભેગપભેગાદિ કરતે હોય ત્યારે ય, એના મનમાં વેપારની વાત રમતી હોય છે. જેમ તમે દુઃખ ભેગવે છે કે નહિ? દુઃખ ભગવતી વખતે ય તમારી ઈચ્છા તે સુખની જ ને? દુઃખ નહિ સહાવાથી રાડ પાડતે હોય, રડતે હોય, પણ મહીં ઈછા સુખની જ હોય. સુખના સ્વરૂપને નહિ સમજનારને–અજ્ઞાનને પણ ઓઘથી ય ઈચ્છા સુખની હોય. તેમ, સમ્યગ્દષ્ટિને એઘથી પણ ઈચછા મોક્ષની જ હોય, પણ સંસારની ઈચ્છા ન હોય. સંસારમાં રહેવું એ પાપ છે–એમાં એને શંકા ન હોય, એટલે એ સંસારમાં રહ્યો રહ્યો પણ સંસારથી છૂટવાની ઈચ્છામાં જ રમતે હોય. એને, સંસારમાં એ રહ્યો છે માટે સંસારના સુખની ઈચ્છા થાય,