________________
બીજો ભાગ
૩૦૯ પણ તે સાધુ-સાધ્વીની સગવડ કર્યા વિના પ્રાય: રહેતું નથી. સ, કોઈ કોઈને ફરજીયાત સ્થિરવાસ કરે પડતો હોય, તે
શું થાય ? જે સાધુ-સાધ્વીને ફરજીયાત સ્થિરવાસ કરવા પડે તેમ હેય, તેઓની સંયમની સાધના સુખપૂર્વક થઈ શકે–એવી રીતિએ તેમને સાચવે, તેવાં ક્ષેત્રે આજે પણ છે અને કેટલાક ભાગ્યશાલી શ્રાવકે પણ એવા છે કે–જે તેમને ખબર પડી જાય કે–અમુક સાધુને કે સાધ્વીને સંયમની સાધનામાં બાધા પહોંચે છે, તે ત્યાં પહોંચી જઈને ઘટતું કર્યા વિના રહે નહિ. એવા શ્રાવકોને ખબર ન પડે અને કેઈને સદાવાને પ્રસંગ આવી જાય, તે તે જુદી વાત છે; એટલે, આજે તમારે સાધુ-સાધ્વી ક્ષેત્રને માટે બહુ ધન ખચી નાખવું પડે તેમ નથી, પણ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને માટે તે, સૌએ પિતાનાથી જેટલું વધારે બની શકે તેટલું કરી લેવા જે કાળ આવી લાગે છે. ધનને સાથે લઈ જવાને આ સારામાં સારો ઉપાય છે. બાકી, જ્યાં આ શરીરને પણ સાથે નથી લઈ જઈ શકાતું, ત્યાં ધનાદિકને સાથે ક્યાંથી લઈ જવાવાનું હતું ? મનને આદર ધર્મની અધિક્તાવાળા તરફ
આમ નથી શરીર સાથે લઈ જઈ શકાતું કે નથી ધનાદિક સાથે લઈ જઈ શકાતું. વળી, આ જીન્દગીમાં પણ અલ્પારંભાદિ બહુ સુખનું કારણ છે અને મહારંભાદિ બહુ દુઃખનું કારણ છે. આરંભના અને પરિગ્રહના ત્યાગમાં શું સુખ છે-તે જાણવું હોય, તે સાધુને પૂછે. સાધુ જે સાધુપણાના આસ્વાદને પામ્યું હશે, તે તે એ એના સુખને વર્ણવતાં થાકી જશે.