________________
બીજો ભાગ
સાથે વાત પણ નિરાંતે કરી શકે. ભગવાનની જ્યારે એ સ્તવના કરે, ત્યારે એના અંતરમાં જાત જાતના ઉમળકા ઉઠે. ભગવાનની સ્તવનામાં, એ એવા એકતાન ખની શકે કે-એને સ્તવના કરતાં જેવાનું ખીજાઓને મન થઈ જાય. એના ભાવપૂર્ણ સ્વર સાંભળવાનુ ખોજાએને ગમી જાય. ગીતા ગુરૂ દ્વારા જ્ઞાનિની વાણીને પણ એ ખરાખર સાંભળી શકે અને એનું ચિન્તવન કરી શકે. આ સિવાય, જેનું મન આરંભ પરિગહમાં ભમ્યા કરતુ' હાય, તેને ઉપાધિ કેટલી હાય ! શી રીતિએ એ, ભગવાનનાં દન કરે, ભગવાનની પૂજા કરે અને ભગવાનને સ્તવે તથા શ્રી જિનવાણીને એકચિત્તતાથી સાંભળે ? એ, ભગવાનનાં દર્શનાદિ કરે તેા ય, એમાં એનુ મન જે રીતિએ ઠરવુ જોઇએ, તે રીતિએ ડરે નહિ.
સાત ક્ષેત્રોમાં વાપરેલુ ધન સાથે આવે ઃ
સ૦ ધનને સાથે લઈ જવાના કાઈ ઉપાય હાય તા તે શાધવાનું મન થાય
આ કહે છે કે-ધનના મેહ એટલો બધા છે કે જો ધનને સાથે લઇ જવાતું હાય, તેા અમે પરલેાકમાં પણ ધનને જ સાથે લઈ જઇએ. ધનને સાથે લઈ જઈ શકતા હૈા, તે તમે ધનને સાથે લઇ ગયા વિના રહેા નહિ, પણ એમની શકે તેવું નથી અને એની મૂર્છામાં ને મૂર્છામાં તમે કયી ગતિમાં જશો, તે તમારે વિચારવાનું છે.
સ ધનને સાથે લઇ જવુ હોય, તેા તે સાત ક્ષેત્રોમાં વાપરે. તમારે માટે આમણે આ ઉપાય શોધી કાઢચો, પણ તમારે તે નગઢ ધનને સાથે લઈ જવાના ઉપાય જોઇએ છે
૩૦૭