________________
ચાર ગતિનાં કારણે છે”—એવું ખરું?
સ. સંસારનું સુખ તજવા જેવું લાગતું નથી.
ત્યારે જ્ઞાનિઓએ સંસારને અસાર કહ્યો, તેને અર્થ એ કે દુખ હોય ત્યારે આ સંસાર અસાર છે અને સુખ હોય તે સંસાર સાર રૂપ છે, એમ? આપણે તે એવી સ્થિતિ પેદા કરવી જોઈએ કે-ગમે તેટલું સુખ હય, તે છતાં પણ સંસાર તજવા જેવું જ લાગે. આપણને એમ થાય કેમોક્ષને મેળવ્યા વિના, આ જીવને જપીને બેસવાનું કઈ સ્થાન જ નથી. જ્ઞાનિઓની પહેલી વાત ?
આપણે સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું, એ નકકી વાત છે. જીવ માત્રને સુખ જ ગુમે છે અને દુઃખ ગમતું નથી. જ્ઞાનિઓએ પુરૂષાર્થ પણ દુઃખથી છૂટવાને માટે અને સુખને સંપાદન કરવાને માટે જ ઉપદેશ્ય છે. જ્ઞાનિઓએ જે માગને સેવવાનું કહ્યું છે, તે માર્ગને સેવવાનું જ્ઞાનિઓએ એ જ માટે કહ્યું છે કે-સુખના અર્થી અને દુઃખના દ્વેષી જીવે, દુઃખ માત્રથી મૂકાય અને એકલા સુખમાં જ સદા કાળને માટે ઝીલનારા બને. આ માર્ગ જ્ઞાનિઓને ઉપદેશ હતે, એ માટે જ જ્ઞાનિઓએ પહેલી વાત એ કરી કે“સંસાર અસાર છે. સંસાર બન્યો રહે અને દુઃખથી પરિપૂર્ણ પણે છૂટાય તથા પરિપૂર્ણ સુખને ભેગવનારા બનાય -એ શક્ય જ નથી, એમ જ્ઞાનિઓએ જોયું; દુઃખને સર્વથા અભાવ અને સુખને સંપૂર્ણ ભેગવટે, મેક્ષ વિના શક્ય જ નથી; તેમ જ જીવ મેક્ષને પામે એટલે એને દુઃખને કદી