________________
બીજો ભાગ હેય, તે મારૂં થાય શું? માટે, મારે શાસ્ત્રની વાતને સમજવાને પ્રયત્ન કરે જઈ એ ”—આવો કઈ વિચાર તમે કરેલો કે નહિ? “સંસાર અસાર છે”—એમ લાગ્યા વિના અને “સંસાર અસાર છે, માટે મારે સંસારથી છૂટવું છે”—એવી વૃત્તિ પેદા થયા વિના, મેક્ષને પામેલા તારકે પ્રત્યે જે હૃદયને બહુ માનભાવ જાગવો જોઈએ, તેવો બહુમાનભાવ હૃદયમાં જાગે જ શી રીતિએ ? ધર્મક્રિયાઓમાં સંસારના ઉદ્વેગને આશય છે?
અત્યાર સુધી તે ગમે તેમ થયું, પણ હવે તે આપણે એ સ્થિતિ પેદા કરવી છે ને કે-સંસાર અસાર લાગે, એથી સંસાર તરફ ઉદ્વેગભાવ પ્રગટે અને એથી મોક્ષની તાલાવેલી જાગે ? તમારામાં એ સ્થિતિને પેદા કરવાને માટે, પુરૂષાર્થ માત્ર અમારે જ કરવાનું કે તમારે પણ તમે પુરૂષાર્થ કરે, તે જ તમારે માટે અમારે પુરૂષાર્થ સફલ નિવડે. તમે કેટલે ને શે પુરૂષાર્થ કરે છે ? - સ થેડી ઘણી ધર્મક્રિયાઓ કરીએ છીએ.
તમે જે ધર્મક્રિયાઓ કરે છે, તે સંસાર પ્રત્યે ઉદ્વિગ્નભાવ પ્રગટે અને મોક્ષની તાલાવેલી જાગે, એ માટે કરે છે? એટલું પણ હોય તે ય તે ઘણું સારું છે, પણ વસ્તુતઃ એમ નથી. ધર્મક્રિયાઓના આશયમાં “સંસાર તે જોઈએ જ નહિ, જોઈએ તે મોક્ષ જ ”—આવા ભાવને પેદા કરવાને ભાવ પણ બહુ ઓછામાં દેખાય છે. મેટે ભાગે, બહુ બહુ તે એ વિચાર ખરે કેસુખ જોઈએ છે અને દુઃખ નથી ઈતું પણ “સંસાર નથી જઈ અને મેક્ષ જોઈએ