________________
બીજો ભાગ
૨૫૧
ખરા? “સગવશાત્ કરવાં પડે છે, બાકી કરવા જેવાં નથી –એમ જ તમે માને ને કહે ને? તમે પરિગ્રહ રાખે છે, તમારે પરિગ્રહ રાખવું પડે છે, પણ પરિગ્રહ રાખવા જે છે–એવું તે તમે માને અગર કહે નહિ ને? “ધર્મ તે. અપરિગ્રહ જ”—એમ કહેવાય ને?
સઅલ્પ પરિગ્રહ, એ ધર્મ નહિ?
મહાને ત્યાગ તે ધર્મ, અલ્પતા કરી તે ધર્મ, પણ અલ્પય રાખે તે ધર્મ નહિ.. માટે તે, ગૃહસ્થને ધર્માધમી કહ્યા છે. પરિગ્રહ એટલે છેડ્યો એટલે ધર્મ, પણ બાકીને અધર્મ. સર્વવિરતિ એ ધર્મ, એટલે દેશવિરતિએ જેટલી વિરતિ કરી તે ધર્મ અને જેટલી વિરતિ ન કરી તે અધર્મ.. એક લાખ રાખીને બાકીના સન્માર્ગે ખર્ચો તે ધર્મ, પણ જે રાખ્યા છે તે પાપ ને? આવું દરેક વાતમાં સમજવાનું છે, માટે વગર સમયે બોલવું નહિ. શ્રાવક ધર્મને અર્થી ખરે, પણ સંપૂર્ણ ધમ નહિ; કેમ કે-શ્રાવક પિતાપિતાની શક્તિ મુજબ ધમ લે છે, એટલે એને બાકીને અધર્મ ઉભું રહે છે. શ્રાવકને અધમ ઉભું રહે છે. તે શ્રાવક અધર્મમાં કેમ રહે છે? નથી છેડી શકતે માટે! ગમે ધર્મ અધમમાં રહેવું ગમે નહિ, એટલે થાય તેટલે ધર્મ તે કરે, પણ બાકીના અધર્મમાં રહે તેનું શું? તે કે–બાકીના અધર્મમાં રહે, તે ન છૂટકે રહે! જેટલે અધર્મ રહ્યો છે. તેને છેડવાની પેરવીમાં એ રહે! તમે જે કાંઈ વેપાર કરે -કરાવે, લગ્ન કરે-કરા, ઘરસંસાર ચલાવે, એ વગેરે બધું છે તે અધર્મ જ ને?
સ, અધર્મ તો ખરે જ.