________________
૨૩૪
ચાર ગતિનાં કારણે તે તમારે જ કરવો પડે. તમે જો વિચાર કરે નહિ, તે અમારા ગમે તેટલા પરિશ્રમને પણ તમે તમારે માટે સફલ બનાવી શકે નહિ. અમારા પરિશ્રમને અમારે માટે સફળ બનાવ, એ માત્ર અમારા હાથની વાત છે, પણ, અમારા પરિશ્રમને તમારે માટે સફલ બનાવ, એ કેવળ અમારા હાથની જ વાત નથી. અમારા પરિશ્રમને તમારે માટે સફલ. બનાવ, એ તે મુખ્યત્વે તમારા હાથની જ વાત છે. એટલે, તમારામાં સાવચેતી આવી ગઈ છે કે નહિ અને સાવચેતી. નથી આવી તે એને લાવવાની તમારી મહેનત છે કે નહિ. તે તમારે તમારા અન્તઃકરણને તપાસીને શોધી કાઢવું પડશે. ચાર ગતિઓનાં કારણોના વિચારને હેતુ
આપણને આર્ય દેશાદિ સામગ્રીઓ સહિત મનુષ્યભવ મળ્યો છે, એટલે સંસારમાં આપણને અત્યારે તે ઉત્તમમાં ઉત્તમ ગણાતું સ્થાન મળેલું છે એમ કહી શકાય; પણ, આ ભવમાં રહેવાને આપણે સમય, સમયે સમયે ઘટતું જ જાય છે, એ વાત ખ્યાલમાં છે કે નહિ? અહીંથી જવાની પળ દરેક પળે નજદીક આવતી જાય છે, એને વિચાર છે કે નહિ ? અહીંથી ગયા પછી આપણી શી હાલત થશે, એની કશી ચિન્તા છે કે નહિ ? અહીંથી મરીને આપણે જવાનું ક્યાં ? ચાર ગતિઓમાંથી કઈ પણ એક ગતિમાં જ ને? સંસારમાં પરિભ્રમણ કરતા જેને માટે, સંસારમાં પરિભ્રમણ કર્યા કરવાનાં મુખ્ય સ્થાનો ચાર છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ ને નરકગતિ. આ સિવાયનું કઈ જ સ્થાન, સંસારી જીવને માટે નથી. આ ચાર મુખ્ય સ્થાનેમાં ભિન્ન ભિન્ન સ્થાનો