________________
૨૩૨
ચાર ગતિનાં કારણો
મહેનત કરે છે, તેના વેગે જે જે પાપકર્મોને તમે ઉપજે છો, તે તે પાપકર્મો ભવિષ્યમાં ઉદયમાં આવીને તમારી કેટલી બધી ખાનાખરાબી કરી નાખશે એ વાત ભૂલવા જેવી નથી જ; પણ, એ વાતને હાલ જરા બાજૂ ઉપર રાખીને વિચાર કરે, તે ય તમે જે બધી મહેનત કરે છે, તેની કેટલીક કિંમત ? જે મેળવવા આદિને માટે મરણ સુધી મહેનત કરે, તેને અહીં જ મૂકીને-કમને પણ અહીં જ છોડી દઈને, અહીંથી તમારે ચાલતા થવાનું ને ? એટલે, જ્યાં જાવ ત્યાં પાછી મજુરી તે કરવાની જ ને? મજુરી કરી કરીને મરી જવું અને બીજે જન્મીને પાછી મજુરી કર્યા કરવી, એ સિવાય સંસારમાં છે જ શું ? ગમે તેટલી મજુરી કરી હોય, દિવસ કે રાત જોયાં ન હોય, કાળી મજુરી કરતાં કાયાને પણ ગણકારી ન હોય, પણ આખર તે એ જ કે--મજુરી કરી કરીને મેળવેલું બધું મૂકીને જ ચાલ્યા જવાનું ! આ રીતિએ ભટક્યા જ કરવું પડે અને મજુરી કર્યા કરવી પડે, એ વાતને જે વિચારવામાં આવે છે, માણસને આવા પ્રકારના જીવન તરફ અણગમે પેદા થાય નહિ ? આવા પ્રકારના જીવન તરફ અણગમો પેદા થાય, એટલે શાશ્વત જીવન ક્યાં હેઈ શકે, એ શોધવાનું મન થાય ને? આમ જીવ વિચાર કરે, તે એને પિતાના મોક્ષપર્યાયને પ્રગટ કરવાનું મન થાય એની, એ જ એક ઈચ્છા પ્રધાન બને કે-“મારે મારા મેક્ષપર્યાયને પ્રગટાવે છે. પછી એ જીવ, એને માટેના ઉપાયને શોધનારો પણ બને અને એના સાચા ઉપાયને સેવનારે પણ બને. આન્તર દશાનું અવલોકન કરવાની જરૂર ? 1 જીવને પિતાના પર્યાયને પ્રગટ કરવાની ઈચ્છા થાય