________________
=
3
બીજો ભાગ
૨૩૧ વાની છે. તમે અહીં જમ્યા, તે ક્યાંકથી મરીને અહીં આવેલા ને? અને, અહીંથી મરીને પણ ક્યાંક જઈને ઉત્પન્ન થવાના ને? અહીં આપણને ઘણું ય ફાવી ગયું હોય એમ થઈ ગયું હોય કે-અહીં રહી જવાય તે સારૂં; પણ અહીંથી ગયા વિના છૂટકે થવાનું છે? એ વખતે, અહીં જે બધી સજાવટ કરીને બેઠા છે, તે સજાવટનું શું? એ સજાવટ અહીં જ રહી જવાની ને તમારે નામરજી છતાં ચાલતા થવાનું ને? એ કઈ ઉપાય છે ખરો, કે જે ઉપાયને આદરીને, તમે જે સજાવટ કરી છે, તેની સાથે તમે સદાને માટે રહી શકો ? નહિ જ. કેઈ આદમી અહીં સદાને માટે રહ્યો સાંભળે છે? નહિ જ; એ શક્ય જ નથી, કેમ કે-આ તે સંસાર છે. સંસારમાં કેવી વિચિત્ર દશા છે? માણસ જન્મે અને પિતાના સુખ માટે લેહીનું પાણી કરીને બધી સજાવટ કરે, પણ જ્યાં આયુષ્ય પૂરું થાય કે–બધી સજાવટને મૂકીને ગયા વિના છૂટકે થાય નહિ. તમે શું આટલું ય સમજતા નથી ? રાતદિવસ પૈસા ભેગા કરવા, પૈસા સાચવવા મળ્યો છે, બંગલાએ બંધાવો છે, સુખની માનેલી સામગ્રીઓ એકઠી કર્યા કરે છે, પણ તેનું છેવટ શું? એના ગે લાગતા પાપની વાત પછી; જીવતાં જીવતાં પણ કેઈનાં ધનાદિ ગયાં ને કેઈ ભીખારી થઈ ગયા–એ વાતેય પછી; પણ એટલું તે તમે સમજે છે ને કે–આ બધાને મૂકીને ગયા વિના તે છૂટકે થવાને જ નથી ! ? એટલે, ધારે કે–તમે જે કાંઈ મહેનત કરે છે, તેનું ભવિષ્યમાં કશું જ ખરાબ ફળ મળવાનું ન હોય, તે પણ તમારી મહેનતની કિંમત કેટલી ? જો કે–તમે સંસારમાં સજાવટની ને ભેગવટા આદિની જે