________________
૨૨૮
ચાર ગતિનાં કારણેા
છે, તે સુયોગની પ્રાપ્તિ સફલ નિવડી, એમ કહી શકાય. આપણામાં સૌથી પહેલું પરિવર્તન તો એ આવવું જોઈ એ કે-આપણને સદ્ગુરૂને સદુપદેશ રૂચે. સદ્ગુરૂનો સદુપદેશ રૂચે. એટલે શું થાય ? એમ લાગે કે—ખરેખર, આ જીવે ઇચ્છવા લાયક જો કોઇ પણ પરમ વસ્તુ હાય, તે તે એક માત્ર પેાતાના મેાક્ષ પર્યાય જ ઇચ્છવા લાયક વસ્તુ છે; અને આ જીવે ખરેખર કરવા લાયક જો કોઈ મહેનત હોય, તેા તે કષાય અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાની મહેનત જ કરવા લાયક છે.’ લક્ષ્ય માત્ર–પોતાના મેાક્ષપર્યાયને પ્રગટાવવાનું; અને, એ માટે જે કાંઈ પણ મહેનત કરીએ, તે એવા પ્રકારે જ કરીએ, કે જે મહેનતના ચેાગે, કષાયા તથા ઇન્દ્રિયા ઉપર વિજયને ૫મી
શકાય.
બીજી ઇચ્છાઓ ય ખાટી ને બીજી મહેનતેય ખાટી :
જીવ માત્રને કલ્યાણની ઈચ્છા તો છે જ, પણ ‘સાચુ’ કલ્યાણ એક માત્ર મેાક્ષપર્યાયને પ્રગટાવવામાં જ છે અને મેાક્ષપર્યાયને પ્રગટાવવાને માટે, કષાયા તથા ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવા, એ જ એક એને સાચા ઉપાય છે’-આ વાત રૂચવી, એ અતિશય મુશ્કેલ છે. અનેક સદ્ગુરૂઓના મુખે અનેક વાર આવા સદુપદેશાને સાંભળવા છતાં પણ, આપણા હૈયામાં આવા પ્રકારની રૂચિ પેદા થવા પામી છે કે નહિ ? –એ વાતના વિચાર કરવાની જરૂર છે. તમને એમ લાગે છે કે-મોક્ષપર્યાય, એ જ એક ઈચ્છવા ચાગ્ય સ્થિતિ છે? આજે આપણને કદાચ ઘણી ઘણી ઈચ્છાએ હાય, પણુ આપણી સઘળી ય ઈચ્છાઓને એક માત્ર આપણા મેાક્ષપર્યાયના