________________
બી જે ભાગ
૨૧૫
અને આ મુજબ વર્તવાને પ્રયત્ન કરતા હો, તે તમે બજારમાં શાહુકારીથી ફરી શકે.
શ૦ આમેય શાહુકાર તે કહેવાય છે.
એ તે અનીતિનું પ્રમાણ ઘણું વધી ગયું છે એથી! બાકી તે, અનીતિ કરનારાઓ પણ પાછળ વાત તે કરે છે કે અમુક માણસ વેપારી નથી, પણ લૂંટારૂં છે. સકોઈને ગરજ હેય અને વધારે વ્યાજ આપી જાય, તો તે
બીનહકનું કહેવાય ? તમે જ વિચારો ને કે–એની જગ્યાએ તમે છે અને તમારે એવી રીતિએ વધારે વ્યાજ આપવું પડે, તે તેથી તમારી આંતરડી કેટલી બધી કકળી ઊઠે? કઈ તમારૂં ગળું દાબે અને એ વખતે તમે એને એ જે માગે તે આપ, તે તે આપ્યું કહેવાય? એણે કયાં ચોરીછુપીથી લીધું છે? તમારા હાથે જ તમે આપ્યું છે અને એણે લીધું છે, છતાં તમે શું કહે ? એવી ફસામણ ઉભી કરવી કે-પેલાને તમે માગે તે આપ્યા વિના છૂટકે થાય નહિ, લાચારીથી તે આપી પણ દે, પણ એ લેવું એ તમને શોભે ખરું? એના હૈયાના દુઃખની અને તમારા હૈયાની કૂરતાની કલ્પના તો કરી જુઓ! તમે ગૃહસ્થ છે, સંસાર માંડીને બેઠા છે, વેપાર નથી કરવાન-એ બનવાનું નથી, એમ તે ખરું ને? વાણિયે મુડી ખાય ને બેસી રહે, એ બને? કહેવાય છે કે-વાણિયાના સ્વભાવમાં મુડી ખાઈને બેસી રહેવાનું હેય નહિ, છેવટે કાંઈ નહિ, તે ય ખાવા જેગું રળવાને માટે મથ્યા વિના વાણિયે રહે નહિ; એટલે, તમે ધંધો કરે જ નહિ, એવું તે કહેવાય એવું નથી ને? પણ, ધધે કરતાં. દયાની ભાવનાને ટકકર