________________
ભીજો ભાગ
૧૯૧
ઠપકા આપ્યા અને શ્રી ક્ષીરકદમ્બક પાઠકે નિર્ણય કરી લીધે કે આ બન્ને નરકગામી છે. ” આથી, શ્રી ક્ષીરકદુમ્બક પાઠકને અહુ જ ખેદ થયા. તેમને થયું કે- પતકને અને વસુને ભણાવવાને મારા શ્રમ નિષ્કુલ નિવડયો !' પછી તેમણે વિચાર કર્યા કે– ખરેખર, ગુરૂના ઉપદેશ જેવું પાત્ર હાય તેવા પ્રકારે પરિણમે છે! વરસાદનુ' પાણી, સ્થાનભેદને કારણે, મેાતીપણામાં પણ પરિણમે છે અને લવણપણામાં પણ પરિણમે છે! મને મારા પુત્ર પ્રવતક પ્રિય છે અને એના કરતાં પણ મને અધિક પ્રિય રાજપુત્ર વસુ છે; આ બન્ને ય નરકમાં જવાના છે, તે હવે હું ગૃહવાસમાં રહું તેને અ શે છે?' આવી રીતિએ નિવેદને પામીને, શ્રી ક્ષીરકદમ્બક નામના તે પાઠકે, તે જ વખતે ગૃહવાસને ત્યાગ કર્યો અને પ્રત્રજ્યાના સ્વીકાર કર્યાં.
એ કાળના એવા પાઠકાનુ' હૈયું, કેવા પ્રકારનું હશે? પોતાની પાસે ભણનાર અને પેાતાને પ્રિય એવા વિદ્યાર્થિ આ નરકગામી છે, એ ખમી શકાયું નહિ અને એમાંથી સારા ય સસાર પ્રત્યે ઉદ્વેગ જન્મ્યા, એ નાની–સૂની વાત છે?
સ॰ અમુક નરકગામી છે અગર સ્વગામી છે, એને નિણૅય આટલા ઉપરથી થઈ શકે ?
ત્રણમાં એ નરકગામી છે અને એક સ્વગામી છે— એવું જાણી લીધા બાદ, જાણવાનું માત્ર એટલું જ ખાકી હતું કે–કયા એ નરકગામી છે અને કાણુ સ્વગામી છે; અને એ તા, આવી ચેાજના દ્વારા, ઘણી સારી રીતિએ જાણી શકાય. કાનામાં બુદ્ધિની સ્થૂલતા છે અને કાનામાં બુદ્ધિની સૂક્ષ્મતા છે તેમ જ જ્ઞાનિએ સર્વત્ર જુએ છે—એ વાત કાને