________________
૧૯૦
ચાર ગતિનાં કારણો બેચરે પણ જુએ છે, લેકપાલે પણ જુએ છે અને જ્ઞાતિઓ પણ જુએ છે; એટલે, એવું તો કઈ સ્થાન જ નથી, કે જે સ્થાનને જેનાર કઈ પણ ન જ હોય ! ” આ નિર્ણય થયે, એટલે નારદ એ પણ નિર્ણય કરે છે કે તે પછી ગુરૂ દેવે એવી આજ્ઞા કરી કેમ? ખરેખર, ગુરૂદેવની આજ્ઞાનું તાત્પર્ય એ છે કે–આ કુકડે વધ્ય નથી. ગુરૂદેવ તે દયાવન્ત છે અને એથી હિસાથી પરાભુખ છે, છતાં પણ તેઓશ્રીએ આવી આજ્ઞા કરી છે, તે અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટે જ આવી આજ્ઞા કરી છે–એમ લાગે છે.”
આ પ્રમાણેના વિચારો અને નિર્ણ કરીને, નારદે એ કુકડાને હણ્યો નહિ; અને, જે ગુરૂએ આપ્યો હતો તે જ કુકડો લઈને, તે, ગુરૂની સમીપે પાછા ફર્યા. ગુરૂની પાસે આવીને, નારદે પોતે જે વિચાર કરીને કુકડાને વધ કર્યો નહતો, તે વિચારો ગુરૂને જણાવ્યા. નારદે કહેલા તેમના વિચારોને સાંભળીને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકે પિતાના મનમાં નિર્ણય કરી લીધું કે “આ જ સ્વર્ગગામી છે” અને નારદની વિચારણાથી આનંદ પામેલા તેમણે, નારદનાં વખાણ કર્યા.
આ પછી, પવર્તક અને વસુ પાછા આવી પહોંચ્યા. તે બનેએ આવીને શ્રી ક્ષીરકદમ્બક પાઠકને કહ્યું કે આપની આજ્ઞાનુસાર, અમે, જ્યાં કઈ પણ જતું ન હોય-એવા સ્થલે આપે આપેલા બને ય કુકડાઓને મારી નાખ્યા !”
એ સાંભળીને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકને ગુસ્સો આવી ગયે. એ કહે છે કે-“અરે, પાપિઓ! તમે તે જોતા હતા ને? અને બેચરે વગેરે પણ જોતા હતા, તે તમે એ બે કુકડાઓને કેમ મારી નાખ્યા?' આમ કહીને, એ બન્નેને