________________
૧૪૬
- ચાર ગતિનાં કારણે એમ જ છે, તે તમે તમારો પૂર્વપક્ષ બેલે!”
સિદ્ધસેન કાંઈ જેવા તેવા વિદ્વાન નહિ હતા. મુશ્કેલી એટલી જ હતી કે-એ ભણેલા હતા, પણ ગણેલા નહિ હતા. તેમણે સંસ્કૃત ભાષામાં અને તે ય પ્રૌઢ અને લાલિત્યપૂર્ણ પદાજને પૂર્વક બોલવા માંડ્યું.
જે વિદ્વાનેની સમક્ષ તેઓ આવી રીતિએ બેલ્યા હોત, તે વિદ્વાને એમના ભાષાપ્રભુત્વને અને એમની તર્કશક્તિ આદિને જોઈ-જાણીને ખૂબ જ ખૂશ થઈ ગયા હતા. જો કે, એટલી શક્તિ છતાં ય, વિદ્વાને સમક્ષના વાદમાં તેઓ જીતી શક્યા ન હેત, કારણ કે-આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ, શારદાદેવીને આરાધીને, શારદાદેવીની પાસેથી “સર્વ વિદ્યાઓના પારગામી બને !—એવું વર મેળવેલું હતું ! પરન્તુ, અહીં તે નિર્ણય વિદ્વાનને કરવાને નાતે, પણ ગોવાળીયાઓને કરવાનું હતું ! સિદ્ધસેન મહા વિદ્વાન હવા છતાં પણ, એ વાત એમના ખ્યાલ બહાર ગઈ. " સિદ્ધસેન બોલી રહ્યા, એટલે પેલા ગોવાળીયાઓએ કહ્યું કે-“આ કાંઈ જાણતા નથી. નાહકના બરાડા પાડીને આણે પિતાના ગળાને સુકવી નાખ્યું અને અમારા કાનેને ફાડી નાખ્યા !” કારણ કે-સિદ્ધસેન જે કાંઈ બોલ્યા, તેમાંનું કાંઈ જ એ ગોવાળીયાઓને સમજાયું નહોતું. ગેવાળીયાઓ પાસેથી, એવા ભાષાજ્ઞાનની અપેક્ષા પણ કેમ જ રાખી શકાય?
પછી ગોવાળીયાઓએ આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજને બેસવાનું કહ્યું.
એ મહાપુરૂષ, જેમ સર્વ વિદ્યાઓના પારગામી હતા, તેમ સમયજ્ઞ પણ હતા. જે કાંઈ કહેવું, તે ભગવાન શ્રી જિને