________________
૧૩૮
ચાર ગતિનાં કારણે એ રોહગુપ્ત મુનિ અંતરંજિકા નગરી તરફ આવી રહ્યા હતા.
અંતરંજિકા નગરીમાં પેસતાં, રોહગુપ્ત મુનિએ, પટહ વાગત સાંભળે. એ પણ પિલા પોશાલ પરિવ્રાજક તરફથી વગડાવવામાં આવતું હતું અને તે સાથે એના તરફથી એવા પ્રકારની જાહેરાત કરાવાતી હતી કે આ જમ્બુદ્વીપમાં મારા જે વિદ્યાવાળે અન્ય કોઈ પણ નથી.” | મુનિ રોહગુપ્ત જેવી એ જાહેરાતને સાંભળી, કે તરત જ પિતે પિશાલ પરિવ્રાજકના એ પટને નિવાર્યો, અર્થાત“હું તારી સાથે વાદ કરવાને તૈયાર છું”—એમ એ રહગુપ્ત મુનિએ પિટ્ટશાલ પરિવ્રાજકને જણાવી દીધું.
એ વખતે, રેહગુપ્ત મુનિએ એટલે પણ વિચાર કર્યો નહિ કે-“મારા ગુરૂ મહારાજ આ નગરીમાં જ વિરાજે છે અને તેઓ મારા કરતાં પણ સમર્થ છે, છતાં પણ તેઓએ આ પટને નિવાર્યો નથી, માટે કાંઈક કારણ હશે.” અથવા તે, એ રોહગુપ્ત મુનિએ એટલી પણ ધીરજ ધરી નહિ કેહું ગુરૂ મહારાજની પાસે જાઉં છું, તે ગુરૂ મહારાજને પૂછ્યા પછી વાત !”
રસ્તામાં જ પિશાલ પરિવ્રાજકના પટને નિવારીને, રહગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્યભગવાનની પાસે આવ્યા અને પટહને નિવાર્યાની વાત કરી.
આચાર્યભગવાનને લાગ્યું કે-રોહગુપ્ત મુનિએ ભૂલ કરી.” એટલે, પિતે કરેલી ભૂલને રોહગુપ્ત મુનિને પોતાને જ ખ્યાલ આવે, એ માટે આચાર્ય ભગવાને કહ્યું કે-“એ વાદિને વાદમાં તો જીતી લેવાય, પણ એ વાદી સાથે વાદ કરવા લાયક નથી, કારણ કે-એની પાસે ઘણી વિદ્યાઓ છે