________________
૧૩૬
ચાર ગતિના કારણે નમુને જે હય, તે તે માટે રેહગુપ્તને જે વાદી મળ્યો હતું, તેને ઓળખી લેવા જેવો છે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નિર્વાણ પામેથી પાંચથી કાંઈક અધિક વર્ષો વ્યતીત થયાં, તે સમયમાં પ્રભુના શાસનમાં શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાન, આ પૃથ્વીતલને પાવન કરતા વિચરતા હતા.
એ આચાર્યભગવાન, એક વાર, અંતરંજિકા નામની નગરીમાં પધાર્યા અને એ નગરીમાં આવેલા ભૂતગૃહ નામના ઉદ્યાનમાં એ આચાર્ય ભગવાને સપરિવાર સ્થિરતા કરી.
તેઓશ્રી એ નગરીમાં વિરાજતા હતા, એવામાં એક પરિવ્રાજક એ નગરીમાં આવ્યું. એ પરિવ્રાજક ઘણી વિદ્યાએને સિદ્ધ કરી ચૂક્યો હતો અને એથી તે ખૂબ ખૂબ ગર્વીષ્ઠ બની ગયું હતું. વિદ્યાથી ગવષ્ઠ બનેલા એ પરિવ્રાજકે, પિતાના પેટ ઉપર લેઢાને પાટે બાંધ્યું હતું અને જ્યાં જાય ત્યાં એ હાથમાં જબૂવૃક્ષની શાખાને લઈને જ જતો હતે.
લોકને આ જોઈને કૌતુક ઉપજતું, એટલે કે એ પરિવ્રાજકને પૂછતા કે- “તમે આ પેટ ઉપર લોઢાને પાટે બાંધ્યું છે અને હાથમાં જબૂવૃક્ષની શાખા રાખી છે, તેનું શું કારણ છે?”
એના જવાબમાં, એ પરિવ્રાજક કહેતું હતું કે- “મેં વિદ્યાને એટલા બધા પ્રમાણમાં મારા પેટમાં ભરી દીધી છે કે-એનાથી મારું પેટ ફાટી જવાની મને બીક રહે છે, એટલે વિધાથી મારું પેટ ફાટી જવા પામે નહિ, એ માટે મેં મારા પેટ ઉપર લેઢાને પાટો બાંધ્યું છે અને આ આખા ય જમ્બુદ્વીપમાં મારા જે વિદ્યાવાળે બીજો એક પણ નથી–