________________
પત્રાંક-૬૬૪
૧૮૩
ઉપયોગમાં તો પંચ મહાવ્રતાદિ અઠ્યાવીશ મૂળગુણનો વ્યવહારસંયમ છે. પરિણતિમાં શુદ્ધ પરિણિત છે. બરાબર ? તો એ શુદ્ધ પરિણતિ છઠા ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિને રહેવાનું સ્થાન શું છે ? કે તે વખતનો જે વ્યવહા૨સંયમ છે એ છે. અઠ્યાવીશ મૂળગુણમાંથી એક ગુણ તૂટે એટલે છઠા ગુણસ્થાનને યોગ્ય સાધુપણું ત્યાં ન હોય.
આપણે કેમ ‘ગુરુદેવ’ એમ કહેતા હતા કે, અત્યારે લોકો દિગંબર દીક્ષા લે છે. તોપણ ચોકો એનો થાય છે કે નથી થાતો ? એમ કેમ પૂછતા હતા ? એમનો ચોકો થાય છે કે નથી થતો ? ચોકો એટલે રસોડું. આપણે ગુજરાતીમાં રસોડું કહીએ. એને એ લોકો ચોકો કહે છે. રસોડું સાફ કરે એટલે ચોકા સાફ કરી નાખ્યા એમ કહે. તો એના માટે રસોડું થાય છે એટલે ઉદ્દેશિક આહાર થઈ ગયો. જે અનઉદ્દેશિક આહાર અઠ્યાવીશ મૂળગુણમાં મુનિરાજને પ્રાણ જાય તોપણ એક અન્નનો દાણો કે એક પાણીનું બિંદુ ન લે. આ “ગુરુદેવ’ના શબ્દો હતા. પાણીનું એક બિંદુ પણ ન લે. પ્રાણ જાય તો ભલે જાય. જે છઠ્ઠા ગુણસ્થાનની અત્યંતર શુદ્ધ પરિણતિ છે એને માપવાનું તો બહારમાં કોઈ સાધન નથી કે નગ્ન દિગંબર દશા છે અને એને છઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ વર્તે છે કે નથી વર્તતી ? તો શું કરવું ? કે એના અઠ્યાવીશ મુળગુણ ચોખ્ખા છે કે નહિ એ જોવું. દ્રવ્યલિંગીને તો અઠ્યાવીશ મુળગુણ ચોખ્ખા હોય. પછી શું કરવું ?
‘પ્રવચનસાર’માં ભગવાન ‘કુંદકુંદાચાર્યે’ આ ચર્ચા ઉપાડી. ત્રીજો અધિકાર લખ્યો- ચરણાનુયોગસૂચકચૂલિકા. એમાં આ વિષય ઉપાડ્યો. કે તો પછી અમારે શું કરવું ? તો કહે જેના અઠ્યાવીશ મૂળગુણ ચોખ્ખા દેખાય, નગ્ન દિગંબર દીક્ષાધારી મુનિ હોય તો દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી છે એ તો પરિચય કર્યા વિના ખબર નહિ પડે. એ હવે નગરમાં આગમન કરે છે અને ગૃહસ્થોને આહારદાન માટેનો ભાવ થયો છે. અનઉદ્દેશિક. એના માટે રાંધ્યું નથી. પોતે જે આહાર બનાવ્યો છે એમાંથી એને આહા૨ કરાવવો છે. અને પોતે એટલું ઉણું લેવું છે. તે દિવસે પોતે ઓછો આહાર લે. અને એ એના ઉત્સાહમાં. જેમ માણસના ઘરે બહુ ઉત્સાહનો પ્રસંગ હોય અને એમ કહે કે હવે ખાવામાં રસ નથી. ખાવું શું ભાવે ? અત્યારે આ ઉત્સાહ કેટલો છે ? એમ કરીને માણસ (ખાય નહિ). એટલો એને ઉત્સાહ આવે કે મારા ઘરે તો ભગવાન પધાર્યા. અને આજે મેં ભગવાનને આહારદાન આપ્યું. મુનિ ભગવંત ! તો એના ઉત્સાહમાં ઉણો આહાર લેવામાં જરા