________________
૧૮૨
રાજહૃદય ભાગ-૧૩ રાખે.” આજે સંપ્રદાયમાં ચાલે છે એ પરિસ્થિતિ. ‘તેના વ્યવહારર્સયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પાછો એમાં પણ કે એવો વ્યવહારસંયમ પાળતા એ વ્યવહારસંયમનો નિયમથી અભિનિવેશ થાય છે, તેનું અભિમાન થાય છે. અમે ત્યાગી છીએ, અમે સંયમી છીએ, અમે મુનિ છીએ, અમે આમ છીએ, અમે આમ છીએ. એ જે કાંઈ એનો અભિનિવેશ છે અથવા અહંભાવ છે અથવા અસત્ અભિમાન છે. જે મન-વચન-કાયાના બાહ્ય સંયમની પ્રવૃત્તિ આત્મામાં અસ્તિત્વ ધરાવતી નથી, અસત્ છે, એનું અહંપણું કર્યું તેને અસતુ અભિમાન કહેવામાં આવે છે. એને અભિનિવેશ કહે છે. એનો નિષેધ કર્યો છે. ખરેખર સંયમનો નિષેધ નથી કર્યો પણ એ અભિનિવેશનો નિષેધ કર્યો છે.
પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.' પણ એવો વ્યવહારસંયમ પાળે અને એ પરમાર્થસંયમનો પુરુષાર્થ કરે તો એને એ સહાયક છે, એને એ અનુકૂળ છે, એના એ કાર્ય માટે અનરૂપ છે. એનો નિષેધ કરવામાં આવ્યો નથી. જુઓ ! એક Paragraphની અંદર કેટલી ચોખવટ આપી છે ! વિષયની ચોખવટ કેટલી બધી છે ! વ્યવહારસંયમ શું ? નિશ્ચયસંયમ શું ? વ્યવહારસંયમ અને નિશ્ચયસંયમને સંબંધ ક્યા? સંબંધ ન રહે તો અવગુણ થાય, જ્ઞાનીઓ એનો નિષેધ કેવી રીતે કરે છે. એ બધી વાત પાંચ લીટીમાં મૂકી દીધી.
મુમુક્ષુ - નિશ્ચય અને વ્યવહારનો ખુલાસો પણ ઘણો આપ્યો.
પૂજ્ય ભાઈશ્રી :- બધો એકદમ સ્પષ્ટ ખુલાસો આપ્યો છે. એમને તો એ આખો વિષય જ્ઞાનમાં રમે છે. આખો વિષય જ્ઞાનની અંદર સ્પષ્ટ રમે છે. એટલે તો એકધારાએ ૧૪૨ કડી લખી. બધી વાતો ફટાફટ એવી નીકળી છે કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” એ બધું ક્યાંથી નીકળ્યું) ? એકદમ ધારામાંથી નીકળે છે. પોતાના જ્ઞાનની અંદર તો વિષય એકદમ સ્પષ્ટ ચોઓ તરે છે.
મુમુક્ષ:- વ્યવહાર સંયમમાં કાંઈ પણ પરમાર્થની નિમિત્તતા... પૂજ્ય ભાઈશ્રી:- નથી. એવું નથી કહ્યું. નથી કહ્યું. મુમુક્ષુ:- તો કથંચિત્ નિમિત્ત ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, નિમિતત્ત્વ છે. વ્યવહાર સંયમમાં નિશ્ચયસયમનું નિમિત્તતત્ત્વ છે. અને છઠા-સાતમા ગુણસ્થાને પ્રમત્ત ગુણસ્થાનના પંચ મહાવ્રતાદિ વ્યવહારને નિમિત્તભૂત ભાવ કહ્યા છે. છઠા ગુણસ્થાને મુનિરાજને શુદ્ધોપયોગ નથી.