________________
૬૪
રાજહૃદય ભાગ-૧૨
દિગંબર સાધુ ગણાય છે. આત્મસ્થિરતામાં એકનું નામ લીધું છે. ‘કુંદકુંદાચાર્યજી’ બહુમાનથી આચાર્યજી કહ્યા એમને. આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. આ એમના જ્ઞાનના માપમાં આવેલી વાત છે. બે હજાર વર્ષ પહેલા એમના જમાનામાં કહીએ તો ૧૯૦૦ વર્ષ પહેલા ‘કુંદકુંદાચાર્ય’ થયા એમની આત્મસ્થિરતા એમણે ૧૯૦૦ વર્ષ પછી માપી છે. ઓળખ્યા (એટલું) નહિ, માપી લીધી છે. હજી તો સત્પુરુષને ઓળખવા મુશ્કેલ છે. આ તો માપે છે.
મુમુક્ષુ :– બહુમાન કેવું કર્યું છે. અત્યારે એમ કહે છે, કુંદકુંદ આમ કહે છે, અમૃતચંદ્ર આમ કહે છે.
પૂજ્ય ભાઈશ્રી :– પ્યાલા ફાટી ગયા હોય એને એવું થાય. ‘નામનું જેને દર્શન હોય તે બધા સમ્યજ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી.’ અહીં સુધી રાખીએ...
સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગની અંત૨થી ભાવના થઈ હોય – જરૂરત લાગી હોય તેને પરિભ્રમણ કે જે અનંતકાળથી થઈ રહ્યું છે, તેની ચિંતના થઈ આવે છે, તેવી ચિંતના વર્ધમાન થઈ વેદના / ઝૂરણામાં પરિણમે છે, ત્યારે તે જીવનો દર્શનમોહ ગળવાની શરૂઆત થઈ, યથાર્થ ઉન્નતિ ક્રમમાં પ્રવેશ થાય છે. તે સિવાઈ યથાર્થતાનો પ્રારંભ બીજા કોઈ પ્રકારે થતો નથી અથવા વર્તમાન અને ભાવિ સંયોગોની ચિંતાના ઘેરાવામાંથી યથાર્થપ્રકારે જીવ બહાર આવી શકતો નથી, અને તે ઘેરાવામાં રહીને જે કાંઈ ધર્મ-સાધન કરાય છે તે નિષ્ફળ જાય છે, કારણ તેમાં ક્રમ વિપર્યાસ છે અથવા તે કલ્પિત સાધન છે. (અનુભવ સંજીવની ૧૪૦૫)